________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર ખુશી થઈને રાજા તે વાંદરાઓને તથા કેલિવીરને અધિક અધિક ધન આપતો હતે. ખરું તત્ત્વ જાણ્યા વિના પણ રાજા તે મુખ્ય વાંદરાને જઈ વધારે ખુશી થતું હતું.
તેથી એક દિવસ તે મુખ્ય વાંદરાને માટે રાજાએ મણિ અને સુવર્ણના અલંકાર કરાવ્યા. પછી તે વાંદરાને ગળામાં તે આભૂષણ પહેરાવવા માટે તેમાં પ્રથમનું પહેરાવેલું લેઢાનું કડું હતું તે રાજાએ ભંગાવી નાખ્યું, તેટલામાં તો તે વાંદરે પુરૂષ થઈ ગયે, અને “આ હરિવીર તમને નમે છે.” એમ કહી તેણે રાજાને નમસ્કાર કર્યા. તેને જોઈ “આ શું?”
એમ કહી રાજા વિગેરે સર્વ સભ્ય સંબ્રાંત થઈ ગયા. પછી રોતા એવા તે હરિવરને રાજાએ ઉભે કરી પ્રીતિથી આલિંગન દઈ ધીરજ આપી સંભ્રમ અને સ્નેહના વચન કહી આસન પર બેસાડ્યો. તે વખતે રાજાના હુકમથી વાજીંત્ર વગાડનારાઓ વાજિત્રે વગાડવા લાગ્યા, ગાયકે ગાવા લાગ્યા અને બંદીજને મંગળપાઠ બોલવા લાગ્યા. - આ વૃત્તાંત જાણ તત્કાળ તેનું કુટુંબ પણ હર્ષથી ત્યાં આવ્યું, અને રોતું રે, તેના કંઠે વળગી માંગલિક કાર્યો કરવા લાગ્યું. પછી રાજાએ તેને પૂછ્યું કે-“હે મિત્ર! આ તારું ચરિત્ર કેવું આશ્ચર્યકારી છે કે જેવું કદાપિ જોયું કે સાંભળ્યું નથી. તે તેવું અસંભવિત શી રીતે થયું? તે કહે.”
ત્યારે હરિવીર બોલ્યા કે –“હે સ્વામી! કર્મને શું દુર્લભ છે? કાંઈ પણ દુર્લભ નથી. તે કર્મોએ મને તિર્યચપણામાં નાખ્યો હતો અને તેમાંથી તમે મારે ઉદ્ધાર કર્યો છે.
" शौर्ये च धैर्ये च धने च पूर्णे-ऽप्यैश्वर्थयोगेऽप्यखिले बले च ।
मित्रे च भूपेऽपि हरिः कपित्वे, नृत्यत्यहो कर्मगतिविचित्रा ॥"
“શૌર્ય, ધર્ય, ધનની પૂર્ણતા, એશ્વર્યને વેગ, સમગ્ર બળ સૈન્ય અને રાજા મિત્ર-આ સર્વ સામગ્રી છતાં પણ હરિવીર કપિપણું પામી નૃત્ય કરે છે અર્થાત્ હરિવીરને કપિપણે નૃત્ય કરવું પડ્યું! તેથી સમજો કે કર્મની ગતિ જ વિચિત્ર છે.” કહ્યું છે કે
“ यन्मनोरथगतैरगोचरो, यत्स्पृशन्ति न गिरः कवेरपि ।
स्वप्नवृत्तिरपि यत्र दुर्लभा, हेलयैव विदधाति कर्म तत् ॥" . જે મનરથની ગતિને અવિષય છે, જેને કવિની વાણું પણ સ્પર્શ કરતી નથી, અને જેમાં સ્વપ્નની વૃત્તિ પણ દુર્લભ છે, તેવું કાર્ય પણ કીડા માત્રમાં કર્મ કરી
S