________________
સપ્તમ સગ થયેલા રાજાએ લાખો શૂરવીરને મેકલી પર્વત, નગર અને વનાદિક સર્વ સ્થાને શોધ કરાવી. તે પણ તે બાળ મિત્રની શેધ નહિ મળવાથી પુત્રાદિક કરતાં પણ અધિક સ્નેહને લીધે તે રાજાએ મોટા શેકથી લાંબા કાળ સુધી વિલાપ કર્યો. તે સેનાપતિનું કુટુંબ પણ લાંબા કાળ સુધી રૂદન કરતું રહ્યું.
“કર્મના વિપાકથી પ્રાપ્ત થયેલા દુઃખને પ્રાણી એકલે પિતે જ ભગવે છે.” પછી મંત્રી વિગેરેએ રાજાને સારી રીતે બોધ કર્યો ત્યારે તેણે બીજે સેનાપતિ સ્થાપન કર્યો અને પિતે અનુક્રમે શેક રહિત થઈ સર્વ પ્રકારની સુખલફમીને ભેગવવા લાગે.
આ પ્રમાણે ઘણે કાળ વ્યતીત થયા પછી કોઈક સમયે હાથીઓને પકડવાની ઈચ્છાથી તેને લાયક સર્વ સામગ્રી લઈ નરસુંદર રાજા સિન્ય સહિત વિંધ્યાચળ પર્વતની ભૂમિમાં ગયો. ત્યાં હાથીઓને પકડવાનું કામ શરૂ થયું, તેવામાં એક મનહર તંબુમાં રાજા પરિવાર સહિત સુખાસન પર બેઠે હતો. તે વખતે તેની પાસે કઈ ભિલે આવી વાંદરાનું નાટક દેખાડ્યું. તેમાં વાંદરા અને વાંદરીઓ મનને આશ્ચર્યકારક નૃત્ય કરતા હતા, વાજિંત્રો વગાડતા હતા, વચ્ચે વચ્ચે બુકાર શબ્દને કરતા હતા, પરસ્પર કૂદતા હતા, યુદ્ધ કરતા હતા, ચુંબન કરતા હતા, આલિંગન કરતા હતા, ઉછળતા હતા અને વિચિત્ર પ્રકારની કસરત કરતા હતા.
- આ પ્રમાણે તેઓ સર્વ જનેને આશ્ચર્ય પમાડતા હતા. તે જોઈ પ્રસન્ન થયેલા રાજાએ તે ભિલ્લને ઘણું દ્રવ્ય ઈનામમાં આપ્યું. તેટલામાં તે યૂથને મુખ્ય વાંદરે રાજાને જોઈ વિકસ્વર નેત્રવાળે થઈ તત્કાળ અશ્રુધારાને મૂકતો રાજાની આગળ આવીને પડ્યો. આ પ્રમાણે વારંવાર કરી તેણે રાજાને આશ્ચર્ય પમાડ્યું. તે મનુષ્યની વાણીવડે તે કહેવાને અશક્ત હતા, પરંતુ ચેષ્ટાવડે પણ તે પિતાને અભિપ્રાય કેઈને સમજાવી શક્યો નહિ. “પશુપણને જ ધિક્કાર છે.” આવી તેની ચેષ્ટાથી રાજાએ મનમાં તેને કાંઈક અભિપ્રાયવાળે જાણી નાટકનું કૌતુક જોવાના મિષથી તે ભિલને તેના કા પ્રમાણે ધન આપી તે મુખ્ય વાંદરા સહિત આખું વાંદરાનું ટેળું વેચાણ લઈ લીધું, અને પહેલેથી જ અનેક પ્રકારના વિનેદને માટે પશુરક્ષાના અધિકાર ઉપર રાખેલા. કેલિવીરને તે વાંદરાનું ટોળું શિક્ષણ આપવા તથા રક્ષણ કરવા સોંપ્યું. કેટલેક દિવસે ઘણું હાથીઓને ગ્રહણ કરી રાજા પિતાના નગરમાં આવ્યું અને રાજ્ય સંબંધી સુખ ભોગવવા લાગ્યો.
હવે કઈ કઈ અવસરે કેલિવીર, રાજા પાસે વાંદરાઓને નચાવતું હતું. તે જોઈ