________________
સપ્તમ સગ..
૧૧૩
સુખ-પામી શકાય છે. વળી સર્વદા સદાચારનું સારી રીતે પાલન કરજે, કેમકે તે જ સ્ત્રીનું ખરું જીવિત છે અને મણિવડે સુવર્ણની જેમ તે સદાચારવડે જ રૂપાદિક ગુણને સમૂહ શેભાને પામે છે.” કહ્યું છે કે—
“અસ્પૃથાનાપા ગૃ૫ તદ્દાને નમ્રતા, तत्पादापितदृष्टिरासनविधिस्तस्योपचर्या स्वयम् । मुप्ते तत्र शयीत तत्प्रथमतो मुञ्चेत शय्यामिति,
पाच्यैः पुत्रि ! निवेदिताः कुलवधूशुद्धान्तधर्मा ह्यमी ॥" ઘરને સ્વામી ઘેર આવે ત્યારે ઉભા થવું, તેની સાથે બોલવામાં નમ્રતા રાખવી, તેના ચરણપરજ દષ્ટિ સ્થાપન કરવી, તેને બેસવા આસન આપવું, તેની સેવા પિતે જાતે જ કરવી, તેના સુતા પછી સુવું અને તેને ઉઠયા પહેલાં પોતે શય્યાને ત્યાગ કરે. આ પ્રમાણે હે પુત્રી ! પૂર્વના પંડિતોએ કુળસ્ત્રીના અંતઃપુરના–ઉત્તમ ધર્મો કહેલા છે.” તથા–
" निर्व्याजा दीयते ननान्दृषु नता श्वश्रूषु भक्ता भवेः, स्निग्धा बन्धुषु वत्सला परिजने स्मेरा सपत्नीष्वपि । पत्युमित्रजने सनर्मवचना खिन्ना च तवेषिषु,
स्त्रीणां संवननं नत ! तदिदं वीतौषधं भर्तृषु ।" “હે નમ્ર ભૂકુટિવાળી! પતિને વિષે કપટ રહિત થજે, નણંદેને વિષે નમન કરનારી થજે, સાસુ વિગેરેને વિષે ભક્તિવાળી થજે, પતિના બંધુજનને વિષે સ્નેહવાળી થજે, પરિવારને વિષે વાત્સલ્યવાળી થજે, શોકને વિષે હસતા મુખવાળી થજે, પતિના મિત્રજનને વિષે હાંસીયુક્ત વચનવાળી થજે અને તેના શત્રુઓ ઉપર ખેદવાળી થજે. સ્ત્રીઓને માટે આ સર્વ પિતાના સ્વામીનું ઔષધ વિનાનું વશીકરણ છે.”
આ પ્રમાણે પોતાની દુરાચારી પુત્રીને તેઓએ શિખામણ આપી. “ઘણા જળથી ભરેલો મેઘ વરસતી વખતે સ્થાન કુસ્થાનને જાતે જ નથી.” સર્વ ઠેકાણે સર વરસે છે. સુભગાએ પણ આ શિખામણને વારંવાર નત મસ્તકે અંગીકાર કરી. “જગતને ઠગનારી સ્ત્રીઓને માતાપિતા પણ નહિ ઠગવા એવું હોતું નથી. તેઓ માતાપિતાને પણ ઠગે જ છે. પછી માતાપિતાને નમસ્કાર કરી રોતી રેતી પતિની સાથે સતીની જેમ તે ચાલી. તે બન્ને દંપતીને કેટલીક ભૂમિ સુધી વળાવી તેના માતાપિતા વિગેરે સર્વે પાછા વળ્યા.
હવે તે હરિવીર સેનાપતિ મધુકઠે કહેલા માર્ગે પત્ની સહિત ચાલ્ય, અને તેને
જ-૧૫