________________
૧૧૨
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર કહેનારને તે હર્ષ પામી ઘણું ધનાદિક આપવા લાગ્યું. “સ્ત્રીઓમાં રક્ત થયેલા પુરૂષના શ્રેષ્ઠ વિચારોને કામરૂપગ્રહ અદશ્ય કરે છે.”
હરિવરને પિતાને નગરે ગયેલે જાણ સુભગા પ્રથમની જેમ સારી થઈ ગઈ. કારણ કે “જે માંદગી પિતાને સ્વાધીન હોય તે લાવવી અથવા કાઢવી સુલભ છે.” સુભગાનું શરીર હવે અત્યંત સારું થયું છે એમ નિર્ણય કરી તેણીના માતાપિતા વિગેરે હર્ષ પામ્યા. પછી કેટલેક કાળ રાહ જોઈ તેઓએ માણસો મોકલી હરિવીર જમાઈને બેલાવ્યું. ત્યારે તે પણ હર્ષથી ત્યાં આવ્યો.
મૂર્ખ માણસ ઠેકર ખાધા વિના ઠેકાણે આવતે જ નથી.” સૂરદત્ત વિગેરેએ તે જમાઈને આગતા સ્વાગત વિગેરે વડે પ્રસન્ન કર્યો. સુભગા પણ તેને જોઈ અત્યંત હર્ષ અને લજજા પામી. કામ અને સ્નેહના ઉપચારવડે તેણીએ તેની એવી સેવા બજાવી કે જેથી તે તેણીને અત્યંત વશ થઈ ગયે. “સ્ત્રીઓ આખા જગતને વશ કરી શકે છે.” પછી એક દિવસ સમય જોઈ સુભગાએ એકાંતમાં પતિને કહ્યું કે—
“હે પ્રિય! અહીંથી ચાલતી વખતે તમારે મારા પિતાની પાસે મધુકંઠને સહાયક તરીકે માગી લે. કારણ કે તે સર્વ માર્ગને જાણકાર, શક્તિમાન અને સ્વામીને વિષે ભક્તિમાન છે. તે એક ટુંકે માર્ગ જાણે છે, તેથી આપણે જલદીથી મહાપુર પહોંચી જઈશું.” આ પ્રમાણેનું તેણીનું વચન તેણે અંગીકાર કર્યું. કેમકે “મૂખ પુરૂષ સ્ત્રીની જ બુદ્ધિથી જીવનારા હોય છે.”
એક દિવસ પ્રયાણ કરવાની ઈચ્છાથી હરિવીરે પિતાના સાસુ સસરા પાસે રજા માગી. ત્યારે તેમણે ગૌરવ સહિત વસ્ત્ર, અલંકાર અને પુષ્પની માળા વિગેરે વડે સત્કાર કરી તેને પ્રયાણ કરવાની અનુમતિ આપી, અને તેમણે પોતાની દીકરી અને જમાઈને વિવિધ પ્રકારે આશીર્વાદ આપ્યા અને બીજી પણ કેટલીક પેરામણી કરી. દાસ વિગેરે આપતી વખતે હરિવીરે કુશીલ એવી સુભગાના કહેવા પ્રમાણે તેમની પાસે મધુકંઠની માગણી કરી. એટલે તેઓએ તેને મધુકંઠ આપે. તેને સાથે લઈ પરિવાર સહિત તે હરિવર સાસુ સસરાને પ્રણામ કરી ચાલ્યા. પછી જેને અમૂલ્ય અલંકાર અને વસ્ત્ર આપ્યા છે એવી સુભગા નમ્રતાથી પગલાં મૂકતી ચાલી. તેને હર્ષથી માતાપિતાએ શિખામણ આપી કે–
હે પુત્રી ! પતિને વિષે ભક્તિમાન થજે. કેમકે સ્ત્રીઓને પતિ જ પરમ દેવત છે, અને તેનાથી જ આ લેક તથા પરલોકને વિષે ભેગ અને પુણ્યથી ઉત્પન્ન થતું ઈષ્ટ