________________
૧૧૦
શ્રી જ્યાનંદ કેવળી ચારત્ર તેમ હરિવરને જોઈ સુભગા ગ્લાનિ પામી, પરંતુ બાહ્યવૃત્તિથી તેણીએ હર્ષ અને સ્નેહ બતાવ્યો. કહ્યું છે કે
"चेतसा हसति रोदिति चाक्ष्णा, व्यत्ययं च कुरुते निजकार्यात । दुवंशानपि वशीकुरुते नृन्, कस्यचिन्न हि वशा तु वशा स्यात् ॥" .
સ્ત્રી ચિત્તવડે હસે છે, નેત્રવડે રૂએ છે, પિતાના કાર્યને માટે તેથી વિપરીત પણ કરે છે અને વશ ન થઈ શકે તેવા પુરૂષને પણ વશ કરે છે, પરંતુ સ્ત્રી પોતે કોઈને વશ થતી નથી.”
સ્નેહ અને કામના ઉપચારવડે તેણીએ પતિના મનનું એવી રીતે રંજન કર્યું કે જેથી કોઈને હૃદયમાં કાંઈ પણ વિકલ્પ થઈ શકે નહિ. પછી જ્યારે હરિવીર તેણીને લઈને જવાને તૈયાર થયો, ત્યારે તે સુભગા કપટથી ગાંડી થઈ ગઈ. તેથી મસ્તક ધુણાવવા લાગી, જેમ તેમ બોલવા લાગી, માટે સ્વરે અટ્ટહાસ કરવા લાગી, નેત્રવડે બીજાને બીવડાવવા લાગી, વાસણને ફડવા-ભાંગવા લાગી. બાળાદિકને મારવા લાગી, પહેરેલા વસ્ત્રને ફાડવા લાગી, પિતાના અને પરના વિભાગ વિના સર્વને સારી નરસી ગાળો દેવા લાગી, કારણ વિના વારંવાર અત્યંત હસવા લાગી, રેવા લાગી, હાથની તાળીઓ પાડી નાચ કરવા લાગી, ઉંચે સ્વરે ગાયન કરવા લાગી, અને વચ્ચે વચ્ચે કઈ કઈ વખત જાણે શુદ્ધિને પામી હોય તેમ ડાહ્યા માણસની જેમ બેલવા લાગી કે –
અરે! પેલી વાવમાં કીડા કરતાં મારી આવી અવસ્થા થઈ છે.” આવી તેણીની ચેષ્ટા જોઈ ખેદ પામેલા તેણીને માબાપ વિગેરે ભૂતાદિક દેષની શંકાથી માંત્રિકાદિક પાસે વિવિધ પ્રકારના ઉપાયો કરાવવા લાગ્યા. તે વખતે તે સર્વ માંત્રિક દેવીના, ગ્રહના, પ્રેતના, શાકિનીના અને વ્યંતર વિગેરેના દેને કહી પોતપોતાના આમ્નાય-વિધિ પ્રમાણે તેનો પ્રતિકાર (ઉપાય) કરવા લાગ્યા. વૈદ્યો પણ ઉન્માદ, સંનિપાત વિગેરેનો વ્યાધિ છે એમ કહી મોટા મોટા ઔષધ અને પ્રગોવડે ઘણા દિવસ સુધી ઔષધ કરવા લાગ્યા. માતાપિતા પણ કુળદેવી વિગેરેની પૂજા, માનતા વિગેરે કરવા લાગ્યા, અને હરિવીરે પણ દેવતાઓને વિવિધ પ્રકારની માનતા માની. તે પણ તેણીને સારૂ કરવા કોઈ પણ શક્તિમાન થયા નહિ. “દેષનું નિદાન–કારણ જાણ્યા વિના પ્રતિક્રિયાઓ ઉપાયશું કરી શકે?”
2