________________
૧૦૮
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર આ પ્રમાણે વિચાર કરી કેટલાક સુભટને વચ્ચે નાખી શૂરપાળ રાજા પિતાને રથ પાછો વાળી જલદીથી નાઠે. તેની સેના પણ તેની પાછળ ગઈ કેમકે સેના રાજાને અનુસરનારી હોય છે. ભોગરાજ સૈન્ય સહિત તેની પાછળ જઈ તેની સેનાને લુંટવા લાગ્યું. તેણે તેની પાસેથી હાથી, ઘોડા, બખ્તર, શસ્ત્ર અને અલંકાર વિગેરે પુષ્કળ પડાવી લીધું, અને યુદ્ધ નહિ કરતા એવા સુભટને તેણે જીવતા જવા દીધા. “નાસતાએને ભાગી જવું તે સુલભ જ હોય છે.”
ત્યારપછી જય જય શબ્દને બેલતા એવા બંદીજનોથી સ્તુતિ કરાતા અને મંગળિક વાજિંત્રના શબ્દપૂર્વક અર્થીઓને હર્ષથી વાંછિત દાન આપતા તે સેનાપતિ અને ભેગરાજે મહોત્સવ પૂર્વક પિતાના નગરમાં પ્રવેશ કર્યો. તે વખતે આખા નગરમાં શેભાને માટે બાંધેલી પતાકાઓ નૃત્ય કરતી હતી અને વૃદ્ધ સ્ત્રીઓ તેમનું મંગળ કરતી હતી. પછી બુદ્ધિમાન ભેગરાજે રાજ્ય અને જીવિતને આપનાર સેનાપતિને વિવિધ પ્રકારના પ્રીતિયુક્ત ઉપચારવડે સ્તુતિ કરી પ્રસન્ન કર્યો.
એક દિવસ કૃતજ્ઞતાને લીધે ભેગરાજે મહા ઉપકારી તે સેનાપતિને સર્વોત્તમ કન્યા આપવાની ઈચ્છા કરી. તેથી તેણે સભ્યજનેને પૂછયું કે
અહો કેઈને એવી કન્યા છે કે જે આપવાથી આ સેનાપતિ પ્રસન્ન થાય? તે સાંભળી સૂરદત્ત નામના દંડનાયકે રાજાને કહ્યું કે – “હે રાજા! મારી સુભગ નામની કન્યા આને યોગ્ય છે. ” તે સાંભળી રાજાએ તેણીને એકાંતમાં બોલાવી અને તેને અત્યંત રૂપવાળી જોઈ રાજા હર્ષ પામે. પછી રાજાએ પોતે જ બહુમાનથી તે કન્યા હરિવીરને આપી. “સરખા શીલ અને કુળવાળાને યોગસંબંધ અધિક વખાણવા લાયક થાય છે.” પછી જોશીએ આપેલા લગ્નમુહૂર્ત વખતે રાજાની આજ્ઞાથી સૂરદત્તે વિવિધ પ્રકારના ઉત્સવપૂર્વક તેમનું પાણિગ્રહણ કરાવ્યું. તે વખતે હસ્ત મેચન સમયે સૂરદત્ત પિતાની શક્તિ પ્રમાણે હરિવીર જમાઈને અશ્વ, રથ અને ધન વિગરે આપ્યું. ભેગરાજે પણ તેને બહુમાનથી નગર, ગામ, અશ્વો વિગેરે અને વસ્ત્ર, અલંકાર, દાસ, દાસી વિગેરે ઘણું આપ્યું.
ત્યારપછી હરિવીર સેનાપતિ કેટલેક કાળ તે નવી પરણેલી સ્ત્રી સાથે ત્યાં જ રહ્યો. પછી જ્યારે તે પિતાના નગર તરફ જવા તૈયાર થયો ત્યારે તેની સાથે જવાની ઈચ્છા ન હોવાથી તે સુભગા માંદી થઈ. “સ્ત્રીઓને કપટ શીખવામાં બીજાના ઉપદેશની જરૂર હોતી જ નથી. તે તેમને સ્વભાવ જ હોય છે.” તે “મને પેટમાં દુખે છે એમ