________________
સપ્તમ સ.
૧૦૭
આ પ્રમાણે થવાથી જેટલામાં ભેગરાજ ભયના વિસ્તારથી વ્યાકુળ થયા, તેટલામાં સેનાપતિ રિવીરે બન્નેની વચ્ચે પેાતાનો રથ લીધા, અને દુષ્ટર એવા તે શૂરપાળની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે વખતે શૂરપાળે તેને કહ્યું કે—“ હે મૂઢ ! બીજાને માટે તું વચ્ચે શું કામ મરે છે ? ” સેનાપતિએ ઉત્તર આપ્યા કે—“ સત્પુરૂષોને સ્વકાર્યું કે પરકાના ભેદ હોતા નથી. મરણ થવું તે કાંઈ તારી ઈચ્છાથી થવાનું નથી, પરંતુ દૈવઈચ્છાથી જ થાય છે, તેથી તું યુદ્ધ કર, તેનાથી જ આપણું શુભાશુભ જણાશે.”
“ ત્યારપછી તે બંને સ્પર્ધા સહિત યુદ્ધ કરવા લાગ્યા. તેમના ખણુવડે ચાતરક્ આકાશમાં મંડપ થઈ ગયા. તે વખતે સૈનિકાના ભુજાસ્ફાટવડે, હાથીઓની ગર્જનાવડે, અશ્વોના હેષિતશબ્દવડે અને ભય'કર રણવાજિંત્રના ઘેાષવડે ચાતરફથી આકાશ ફુટી જવા લાગ્યું. સેનાપતિએ એકી વખતે મૂકેલા અને ચાતરફ પ્રસરતા માણેાવડે શૂરપાળની સેના કે જે ચાર અંગવાળી હતી તે પ્રાયે વિકલાંગ–અંગ રહિત થઈ ગઈ. તે સેનાપતિના શસ્રવડે રથી રથ રહિત થઈ ને ત્રાસ પામવા લાગ્યા, ઘેાડેસ્વારા પેાતાનું લીબ (કાયર) પણું કહેવા લાગ્યા અને સૈનિકે વિપત્તિની સંભાવના કરવા લાગ્યા.
આ પ્રમાણે સેનાપતિની સેનાએ શૂરપાળની સેનાને એવી ભાંગી નાખી કે જેથી તે સદાને માટે સંગ્રામથી વિરામ પામી ગઈ. તે જ પ્રમાણે શૂરપાળ અને સેનાપતિએ પણ ચિરકાળસુધી એવું યુદ્ધ કર્યું કે તે વખતે ‘કેને વરવું ?’એ નહિ સમજવાથી જયલક્ષ્મી બંનેની વચ્ચે ઉભી રહી.
શાસ્ત્રના વાદ કરનારાએ જેમ પરસ્પરના હેતુને તેાડી નાખે તેમ તે અને વીરેશ પરસ્પરના શસ્ત્રોને ઈંઢવા લાગ્યા. શસ્રને ગ્રહણ કરતા અને મૂકતા એવા તે અન્નેને કાઈ જાણી શકતા નહાતા. સેનાપતિએ શૂરપાળના એક પછી એક એમ સાત ધનુષ છેદી નાખ્યા, ત્યારે ભયથી તેનું શરીર કંપવા લાગ્યું અને વ્યાકુળ થયેલા તેણે વિચાર કર્યો કે
"L
હુ' જે જે શસ્ત્રને ગ્રહણ કરૂ છું તેને તેને આ તત્કાળ છેઢ્ઢી નાંખે છે, હુ તે હવે થાકી ગયા છું, અને આ તે જાણે તાજો જ લડવા ઉભા થયા હાય તેવા દેખાય છે, મારી સ` સેના નાશી ગઇ છે, તેથી અહીં રહેવાથી જરૂર મારૂં મૃત્યુ જ થશે. માટે જીવતા માણસ જ ફરીને પણ જય અને કલ્યાણને પામી શકે છે, તેથી હવે અહીં અસ્થાને પરાક્રમ વાપરવુ તે તે વ્યાઘ્રાદિક–વાઘ વગેરે શ્વાપદની જેવી ચેષ્ટા કહેવાય, વળી આવા અતુલ પરાક્રમીથી પાછા હડતાં મને કાંઈ પણ લજજાનું કારણ થતું નથી. ”
TELAN