________________
૧૫
સપ્તમ સગ. હાર્યો, તેથી તે સૈન્ય સહિત પિતાના નગરમાં પેસી ગયો, અને પિતાના રક્ષણ માટે અત્યંત બળવાન એવા પિતાના ભાણેજ નરસુંદર રાજાને તેણે પ્રધાન દ્વારા ગુપ્ત રીતે બેલા. ત્યારે ધીર અને વીર પુરૂમાં અગ્રેસર એવા નરસુંદર રાજાએ પિતાના આત્માને ધન્ય માની વિચાર કર્યો કે
આજે ભાગ્યવડે જ સ્વજન ઉપર ઉપકાર કરવાનો સમય આવ્યું છે. જેનાથી બીજાને ઉપકાર ન થાય તેવું રાજ્ય અને બળ શા કામનું? અને તેવી લક્ષ્મી પણ શું કામની? મહાપુરૂષે તે સર્વની ઉપર ઉપકાર કરે છે, તો સ્વજન ઉપર ઉપકાર કરે તેમાં તે શું આશ્ચર્ય ?”
આ પ્રમાણે વિચાર કરી પિતાના મામાનું રક્ષણ કરવા માટે જવાની તૈયારી કરવા લાગે. તેટલામાં તેના સેનાપતિએ કહ્યું કે “હે સ્વામી! દેડકા ઉપર ગરૂડને પરાક્રમ કરવાનું ન હોય, માટે હું જ ભેગપુર જઈ શૂરપાળને જીતી તમારા મામાનું રક્ષણ કરી આવીશ. માટે હે સ્વામી ! મને આજ્ઞા આપો.” તે સાંભળી રાજાએ પ્રસન્ન થઈ તેને જવાની અનુમતિ આપી, તથા તેને પિતાનું સર્વ સૈન્ય સાથે આપ્યું. એટલે તે હરિવર સેનાપતિ બે હજાર હાથી, બે હજાર રથ, પાંચ લાખ ઘોડા અને પાંચ ક્રોડ સૈનિકો સહિત રાજાને નમસ્કાર કરી ભગપુર તરફ ચાલ્યા.
અનુક્રમે ત્યાં જઈ મહાસુભટ, મહામાની અને મહાબળવાન તે સેનાપતિએ વીરેમાં અગ્રેસર એવા તે શૂરપાળ રાજાને યુદ્ધ કરવા બોલાવ્યા. તે વૃત્તાંત જાણ ભેગરાજ પણ પિતાની સેના સહિત ઉત્કંઠાપૂર્વક તે સેનાપતિની સન્મુખ જઈ તેને મળે. પછી જેમ પશ્ચિમસમુદ્ર પૂર્વ સમુદ્રને મળે તેમ ભેગરાજ અને સેનાપતિનું સૈન્ય ઉત્કંઠાપૂર્વક શૂરપાળના સૈન્યને મળ્યું. ઢક્કા અને નિસ્વાન નામના વાજિત્રોના મનહર નાદવડે, પટહના શબ્દવડે અને કાહલા તથા ભેરીના શબ્દવડે સર્વ દિશાઓ ગાજવા લાગી. હસ્તીના સ્વરે હસ્તીના સ્વારો સાથે, ઘોડેસ્વારો ઘોડેસ્વારો સાથે, રથવાળાઓ રથવાળાઓની સાથે અને સૈનિક સૈનિકોની સાથે યુદ્ધ કરવા લાગ્યા. બંને સૈન્યમાં કઈ ઠેકાણે પગે ખગવડે, કેઈ ઠેકાણે ભાલે ભાલાવડે અને કઈ ઠેકાણે બાણે બાણવડે ચિરકાળસુધી સિનિકેએ વિવિધ પ્રકારનું યુદ્ધ કર્યું. કેટલાકે તો શસ્ત્રો ખુટી જવાથી તે શસ્ત્રને અસાર માની પરસ્પર બાહુ બાહુવડે, મુઠી મુડીવડે અને પાટુ પાટુવડે પણ યુદ્ધ કર્યું. તેમ જ કેટલાક શૂરવીએ દાંત દાંતવડે, કેશ કેશવડે, નખ નખવડે અને મસ્તક મસ્તકવડે પણ યુદ્ધ કર્યું. કેટલાક મુદ્ગરવડે શત્રુના રથને પાપડની જેમ ભાંગી નાંખ્યા, કેટલાકે ગદાના પ્રહારવડે
જ.-૧૪