________________
૧૦૪
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર ઔષધિનું સ્મરણ કર્યું. તેથી તે કઈ સરવરમાં પડ્યો એટલે તેને તરીને તે કાંઠે આવ્યો. ત્યાં માર્ગ અને ગામ વિગેરે જેવા માટે તે કુમાર એક મોટા વટવૃક્ષ પર ચડ્યો. તેટલામાં પાસે જ એક ગામ તથા તેને માર્ગ પણ તેના જેવામાં આવ્યું. તેથી તે ગામમાં જવાની ઈચ્છાથી તે કુમાર વટવૃક્ષથી નીચે ઉતરવા લાગ્યું. તેટલામાં તે વટવૃક્ષ જ કુમાર સહિત આકાશમાં ઉડશે, તે બહુજલદિથી એક મોટા અરણ્યમાં એક પર્વતના શિખર પર સ્થિર થયો. એટલે તેના ઉપરથી નીચે ઉતરી કુમાર તે વનમાં ભ્રમણ કરવા લાગ્યું. ત્યાં કઈ કઈ ઠેકાણે વૃક્ષોના ક્યારામાં જળસિંચન કરેલું હતું એ વિગેરે ચિન્હોથી “અહીં કેઈ આશ્રમ હોવું જોઈએ.” એમ જાણી કુમાર નજીકમાં આવેલા પાંચસો તાપ ના આશ્રમ પાસે આવ્યો. ત્યાં એક મોટી શય્યાપર બેઠેલા અને તાપ વડે સેવાતા એક વાઘને જોઈ કુમાર વિસ્મય પામ્યું. તેને જોઈ તાપસી બોલ્યા કે—
હે નેત્રને અમૃતની વૃષ્ટિ સમાન ઉત્તમ પુરૂષ! આવ આવ. તું અહીં આવ્યું તે ઘણું સારું થયું.” એમ સંભ્રમથી બોલી તાપાએ ઉભા થઈ આલિંગન કરી પ્રસન્ન ચિત્તથી તેને ઉચિત આસન પર બેસાડ્યો. પછી “આ વાઘ કોણ છે? અને તેની સેવા કેમ કરે છે?” વિગેરે કુમારે તેમને પૂછ્યું, ત્યારે તેઓ બોલ્યા કે—“આ કથા ઘણી મોટી છે, તેથી તે તમને પછી કહેશું, પ્રથમ તે તમે ભજન કરે.” એમ કહી પ્રસન્ન થયેલા તેઓએ ગૌરવથી તેને સ્નાન કરાવ્યું. અને સ્વાદિષ્ટ ફળો તથા વનના ચોખા ને અરણ્યની ભેંશના દુધવડે બનાવેલી ખીરનું તેને ભોજન કરાવ્યું. જમી રહ્યા પછી શ્રેષ્ઠ આસન પર કુમારને બેસાડી હરિવર નામના એક યુવાન તાપસે વાઘ વિગેરેનું સવિસ્તર ચરિત્ર આ પ્રમાણે કહ્યું –
વૈભવવડે સ્વર્ગને તિરસ્કાર કરનાર મહાપુર નામના નગરમાં રૂપ અને એશ્વર્યાદિકવડે ઇંદ્રને પણ પરાજય કરનાર નરસુંદર નામે રાજા હતો. તેને પુત્રાદિકથી પણ અત્યંત સ્નેહના પાત્રરૂપ હરિવર નામે ઉત્તમ ક્ષત્રિય બાળમિત્ર અને સેનાપતિ હતો. આ અવસરે ભગપુર નામના નગરમાં ભોગરાજ નામે રાજા હતો. તે નરસુંદર રાજાનો મામે તે હતો. તે અત્યંત પ્રીતિનું પાત્ર અને સ્વજનોમાં અગ્રેસર હતા.
એક દિવસ સૂરપુર નામના નગરને બળવાન શરપાળ રાજાએ સૈન્ય સહિત ભેગપુરમાં જઈ તે અહંકારી ભેગરાજને યુદ્ધ કરવા બેલાવ્યો, ત્યારે તે ભોગરાજે સૈન્ય સહિત બહાર નીકળી ચિરકાળ સુધી યુદ્ધ કર્યું, પરંતુ છેવટે અલ્પ સૈન્યને લીધે તે
//
/
//
/
APP
--