________________
૧૦૩
સપ્તમ સગ, અને ખાદિકના પ્રહારને પણ નહિ ગણતા તે ભુંડે પિતાના નખોવડે વીરેના હૃદયે પણ વિદારી નાખ્યા. ચોદ્ધાઓએ તે ભુંડને ક્ષણમાં પૃથ્વી પર, ક્ષણમાં આકાશને વિષે, ક્ષણમાં આગળ, ક્ષણમાં મધ્યે અને ક્ષણમાં છેડે યુદ્ધ કરતે જે.
આ પ્રમાણે તે ભુંડે વ્યાકુળ કરેલા અને ભયથી વિહ્વળ થયેલા તે રાજકુમારનું રક્ષણ કરવા માટે વીરેમાં મુગટ સમાન શ્રી જયાનંદકુમાર તે ભુંડની સન્મુખ દેડ્યો. પરંતુ તે ભુંડને શસ્ત્ર રહિત અને પૃથ્વી પર રહેલે જઈ યુદ્ધનીતિને જાણનાર કુમારે અશ્વને ત્યાગ કરી અને કેડ ઉપર બાંધી લઈ તે ભુંડને બોલાવ્યા. એટલે તે ફાળ મારી કુમારના ઉપર પડ્યો, તે વખતે કુમારે એક મુઠી મારીને તેની ડાઢાઓ ભાંગી નાખી. તે પણ તે મહા બળવાન ભુંડ વારંવાર કુમારની ઉપર ધસવા લાગ્યું, ત્યારે તેના પગ પકડી તેને ચકની જેમ ભમાડ્યો, અને પછી તે જોરાવર મુંડને બલિષ્ઠ કુમારે એ ઉછાળીને દૂર ફેંક કે જેથી તે ભયંકર બૂમ પાડતા સાત તાલવૃક્ષ જેટલી દૂર પૃથ્વી પર જઈને પડયો. તેનાં હાડકાં અને નખ ભાગી ગયા અને તે મંદ થઈ ગયે. તેથી તે નાશીને વનમાં પેસી ગયો. તેને અત્યંત ત્રાસ પમાડી દરથી કાઢી મુકવા માટે કુમાર પણ તેની પાછળ દેડ્યો, અને તે વનમાં પડે. પણ ત્યાં કોઈ પણ ઠેકાણે તે ભુંડને જે નહીં. પરંતુ ચારદાંતવાળા એક શ્વેત હાથીને સામે આવતો જોયો. કૈલાસ પર્વત જેવા ધોળા અને મોટા તે હાથીને જેઈ કુમાર હર્ષ પામે. અને તેને તરફ ભમાડી મુષ્ટિપ્રહારાદિકવડે વશ કરી તેના પર ચડી બેઠે. પછી તેને મુષ્ટિપ્રહારવડે હેમપુર નગર તરફ ચલાવવા લાગ્યો પરંતુ તે હસ્તીરાજ બળાત્કારથી દૂર વન તરફ દેડક્યો. કેટલીક ભૂમિ ઓળંગ્યા પછી વાયુને પણ જીતનાર વેગવડે ઉડીને જાણે પાંખવાળી પર્વત હોય તેમ તે આકાશ માર્ગે ચાલ્યું. તેની પીઠ પર બેઠેલા કુમારને પર્વતે નાના દેખાવા લાગ્યા, સરોવરે ગાયની ખરી જેવડા દેખાવા લાગ્યા, નગર ગામ અને આકર વિગેરે બાળકના કીડાનગર જેવા દેખાવા લાગ્યા, અને મોટા બગીચાઓ ઘરના વાડા જેવા દેખાવા લાગ્યા, એ રીતે પૃથ્વીનો વિચિત્ર દેખાવ જે કુમાર કેટલેક દૂર ગયે, ત્યારે તેને વિચાર થયે કે –
આ કેઈ શત્રુ મારું હરણ કરીને સમુદ્રાદિકમાં મને નાખી દેશે.” એમ વિચારી તેણે વા જેવી મુષ્ટિવડે તે હાથીના કુંભસ્થળ ઉપર ગાઢ પ્રહાર કર્યો. તેના પ્રહારથી વ્યાકુળ થયેલે હાથી તેનું બળ સહન કરવા અશક્તિમાન થવાથી તેને આકાશમાં જ નિરાધાર છોડી દઈને અદ્રશ્ય થઈ ગયે. કુમારે ભૂમિપર પડતાં પડતાં વિદ્ગનિવારક