________________
सप्तमः सर्गः मा त्याक्षीर्जिन नस्त्वदेकशरणान् गीर्वाणसञ्चारितस्वर्णाम्भोजमिषान्नवापि निधयो विज्ञप्तिमित्यादृताः ॥ मन्ये यस्य सुभक्तितश्चरणयोः सेवां वितन्वन्ति यते सेवाप्रवणाय वांछितरमादृत्तः स शान्तिः श्रिये ॥१॥
હે જિનેશ્વર! તમારા જ શરણે રહેલા અમારો તમે ત્યાગ ન કરે.” એમ નવે નિધિઓ દેવતાએ સંચાર કરેલા નવ સુર્વણકમળના મિષથી જાણે આદરપૂર્વક વિનંતિ કરતા હોય તેમ ઉત્તમ ભક્તિથી જે પ્રભુના ચરણની સેવા કરે છે, તે સેવકની વાંછિતલક્ષ્મીને આપનાર શ્રી શાંતિનાથ પ્રભુ તમારી લફમીને માટે થાઓ.
હવે અહીં હિમપુર નગરમાં શ્રીવર્ધનકુમાર નિરંતર શત્રુને વિજય આદિક કાર્યો કરી રાજાને પ્રસન્ન કરતો હતો અને પિતાના ગુણો વડે સમગ્ર પ્રજાને પણ પ્રસન્ન કરતો હતે. એવામાં એક દિવસ પિતાના સો પુત્રો અને શ્રીવર્ધનકુમાર સહિત રાજા સુધર્મા જેવી શોભતી પિતાની સભામાં બેઠે હતિ. તેટલામાં વ્યાકુળ થયેલા ઉઘાનપાળે આવી રાજાને વિનંતિ કરી કે
હે દેવ ! આજે ઉદ્યાનમાં એક ભુંડ આવ્યું છે તે તમારા કીડાવનને ભાંગી નાખે છે, ભયંકર એવા ઘુરઘુર શબ્દવડે દેવોને પણ ત્રાસ પમાડતે જાણે બીજા રૂપે યમરાજ જ આવ્યો હોય તેમ તે આપના સુભટને પણ ભય પમાડે છે.” તે સાંભળી ક્રોધ પામેલે રાજા તેને હણવા માટે પિતે જવાની ઇચ્છા કરે છે, તે જાણી તેના સે પુત્રોએ વિનય અને યુક્તિવડે તેમને જવાને નિષેધ કર્યો, અને પોતે બખ્તર પહેરી હાથી, ઘોડા વિગેરે સૈન્ય સહિત તે ભુંડની સાથે યુદ્ધ કરવા ચાલ્યા. શ્રીજયાનંદકુમાર પિતે બળવાન છતાં તે પશુ હોવાથી તેની ઉપેક્ષા કરી. પરંતુ યુદ્ધ કરવાની ઇચ્છા રહિત છતાં પણ કૌતુકથી તેમની પાછળ ગ. રાજકુમારોએ વનમાં તે દુર્ધર ભુંડને જોઈ તેને યુદ્ધ કરવા બોલાવ્યો. એટલે કેપવડે ભયંકર નેત્રવાળે તે ભુંડ તેમની સન્મુખ આવ્યું. તેના ઉપર રાજકુમારેએ એક વખતે બાણની શ્રેણિને વરસાદ કર્યો. તે બાણોના ઉંચા ચડતા ઉડતા અને નીચે પડતા તે ભુંડે પિતાની દાઢાવડે કકડે કકડા કરી નાખ્યા, અને તે કુમારના દેખતાં જ તેમના હાથી અને ઘોડાઓને પાડી નાખ્યા. ગદા, મુદુગર