________________
ડ્રો સ
૨૦૧
વિગેરે સર્વે કુમારના સત્ત્વની અને જિનધના પ્રભાવની પ્રશંસા કરવા લાગ્યા. પછી તે રાજાદિક કુમારના વચનથી જૈનધમ અંગીકાર કરવાને આતુર થયા, તેટલામાં ઉદ્યાનપાલકે આવી રાજાને વિનતિ કરી કે
“ હે દેવ ! તમારા ઉદ્યાનમાં જાણે મૂર્તિમાન ધમ જ હોય એવા ધયશા નામના જ્ઞાની ગુરૂ ઘણા પરિવાર સહિત પધાર્યાં છે. ” તે સાંભળી કુમારના કહેવાથી રાજાદિક સર્વે એ હષથી ત્યાં જઈ ગુરૂને વાંઢી તેમના મુખથી ધમ સાંભળ્યો. પછી સવિસ્તાર ધમને જાણી તેના પ્રભાવને વિચારી તે સવે સમિત તથા દેશવિરતિ વિગેરે ધને અંગીકાર કરી પાતપેાતાને સ્થાનકે ગયા. આ પ્રમાણે કુમારનું વૃત્તાંત જાણીને તેમજ જોઈ ને રાજા, રાજપુત્રા, ક્ષત્રિયા અને પુરજના સર્વે મિથ્યાત્વનો ત્યાગ કરી જિનધમ માં તત્પર થયા.
આ રીતે હેમપુર નગરમાં રહી ધર્માંકમ માંજ કાળને નિર્ગ્યુમન કરતા, જયલક્ષ્મી વડે દેદીપ્યમાન અને સલાકાએ પૂજાતા તે શ્રેષ્ટ કુમાર શ્રીવર્ધન નામથી પ્રસિદ્ધ થયેા.
આ પ્રમાણે શ્રીતપગચ્છના નાયક શ્રીમુનિસુદરસૂરિએ રચેલા જયશ્રીના ચિન્હવાળા શ્રીજયાનંદ રાજષિ કેવળીના ચરિત્રને વિષે શ્રીજયાનંદ કુમારે મહાસેન નામના પલ્લીપતિના વિજય કર્યાં. ગિરિમાલિની નામની દેવીને પ્રતિબાધ કર્યા, તેની આપેલી એ ઔષધિની પ્રાપ્તિ થઇ, હેમપુર નગરમાં ગમન થયું. ત્યાં સૌભાગ્યમંજરી નામની મીજી પત્ની સાથે લગ્ન થયાં, રેલણી નામની દેવીને પ્રતિબાધ કર્યા, તેણીએ આપેલી કામિત રૂપ કરનારી મહૌષધિની પ્રાપ્તિ થઈ તથા હેમપ્રભ રાજા વિગેરેને સમક્તિ પ્રાપ્ત થયું. એ વિગેરેના વણું નવાળા આ છઠ્ઠો સગ સમાપ્ત થયા. ૬.
vin