________________
ઉod
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર આ પ્રમાણે દેવીનું વચન સાંભળી કાત્સગને પારી કુમાર બોલ્યો કે–“હું જગતપૂજ્ય પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરું છું. તેમના ધ્યાનથી અવશ્ય તત્કાળ આધ્યાત્મિક,
આધિદૈહિક અને આધિદૈવિક એ ત્રણે પ્રકારનું દુઃખ નાશ પામે છે. તથા જગતનું હિત કરનાર અરિહંતે કહેલે દયામૂળ મારો ધર્મ છે. તે ધર્મમાં રહેલા સમકિતધારી મનુષ્ય મિથ્યાદષ્ટિની પૂજાદિક કરતા નથી. હે ભદ્ર! જે તું તારા આત્માનું હિત ઈચ્છતી હોય તે તું હિંસાનું કર્મ ન કરાવે. કારણ કે હિંસાથી દેવતાઓ પણ અનુક્રમે નરકને પામે છે. ?
પછી તેણીના પૂછવાથી કુમારે તેણને દયા અને હિંસાના ફળનું સ્પષ્ટ વિવેચન કરી શ્રીઅરિહંતને શુદ્ધ ધર્મ કહી બતાવ્યું. તે સાંભળી દેવીએ પ્રતિબંધ પામીને સમકિત અંગીકાર કર્યું, હિંસાથી વિરામ પામી અને કુમારના કહેવાથી પ્રથમ કરેલી હિંસાથી ઉત્પન્ન થયેલા પાપને દૂર કરવા માટે અરિહંતની પૂજાદિક અને સંઘને વિષે ધર્મની સાહાયતા વિગેરે કરવાનું અંગીકાર કરી શુભ ભાવવડે જૈન ધર્મમાં જ એક બુદ્ધિ વાળી થઈ. પછી દેવીએ ગુરૂભક્તિથી તેને એક દિવ્ય ઔષધિ આપી. કે જે ઔષધિ પિતાના કે બીજાના મસ્તક પર રાખવાથી તેનું ઈચ્છિત રૂપ થઈ જાય છે. તદુપરાંત દેવીએ તેને અલંકાર અને વસ્ત્ર આપી પુષ્પ, સોનામહોર અને મણિની વૃષ્ટિ કરી, દેવ દુંદુભિને નાદ કર્યો અને તેને પ્રણામ કરીને અદશ્ય થઈ. •
પછી ત્યાંથી રાજા પાસે જઈ દેવીએ કહ્યું કે –“હે રાજા ! તું સુતે છે કે જાગે છે?” તેણે જવાબ આપે કે–“જમાઈના મહેલમાં ધુમાડાના ગોટેગોટ વિગેરે મહા ઉપદ્રવ જેવાથી હું શી રીતે સુઈ શકું?” દેવી બોલી—મેં તેને પ્રતિકૂળ અને અનુકૂળ ઘણું ઉપસર્ગો કર્યા તે પણ તે ઉત્તમ અને સાત્વિક મનુષ્ય જરા પણ ક્ષોભ પામ્યું નહિ. ઉલટ તેણે મને ધર્મ પમાડ્યો. હે રાજા ! તેની પાસેથી તું પણ જીવદયાના મૂળરૂપ શ્રીઅરિહંતને ધર્મ અંગીકાર કરજે.” એમ કહી દેવી અદશ્ય થઈ.
પછી પ્રાતઃકાળ થતાં રાત્રિનું વૃત્તાંત જાણવાને આતુર થયેલા રાજા વિગેરે સર્વે હર્ષ પામી દુંદુભિના નાદ સહિત કુમારના મહેલે આવ્યા. ત્યાં દિવ્ય અલંકાર તથા વસ્ત્રવાળા કુમારને તથા રત્નાદિકના સમૂહને જે તે સર્વે અત્યંત આશ્ચર્ય અને આનંદ પામ્યા. કુમારે પણ ઉભા થઈ ગ્ય વિનય કરી રાજાના પૂછવાથી રાત્રિએ બનેલે સર્વ વૃત્તાંત યથાર્થપણે કહી બતાવ્યો. તે સાંભળી હૃદયમાં અત્યંત આશ્ચર્ય પામેલા રાજા
૧ આત્માની અસમાધિ. ૨ વરાદિક શરીરના વ્યાધિ. ૩ દેવાદિકના કરેલા ઉપસર્ગો.