________________
છો સગ. • પાછો હઠયો. ત્યારે દેવીએ ગર્વથી કુંફાડાવડે આકાશને ભરી દેતા, વર્ષાઋતુના નવા મેઘની જેવા શ્યામ શરીરને ધારણ કરતા, મસ્તકપરના મણિએવડે દેદીપ્યમાન અને યમરાજના ભુજદંડ જેવા ભયંકર સેંકડો સર્પો મૂક્યા. - તેઓએ અત્યંત ફણાને આટેપ કરી કોપથી તત્કાળ તે કુમારને વીંટી લીધે. પછી તીક્ષ્ણ દાંતવડે તેઓએ તેને ડંખ માર્યો, પિતાના શરીરવડે તેના શરીરને વીંટી વિટીને પીડા કરવા લાગ્યા અને ગદાની જેવી મોટી ફણાઓ વડે તેને પ્રહાર કરવા લાગ્યા. પરંતુ તેમ કરતાં તેમના દાંત પડી ગયા, ફણઓપરથી મણિઓ ખરી પડ્યા અને શરીરનાં સર્વ હાડકાંઓ ભાગી ગયાં એટલે તેઓ તેમને કાંઈ પણ પરાભવ કરી શક્યા નહિ આ રીતે સર્પો નષ્ટ થયા ત્યારે દેવી વિસ્મય પામીને વિચારવા લાગી કે –
આના ધ્યાનના પ્રભાવથી જ હું તેને કાંઈ પણ હાની કરવા સમર્થ થઈ શકતી નથી. તેથી હવે અનુકૂળ ઉપસર્ગ કરીને તેના ધ્યાનનોજ ભંગ કરું, એમ કરવાથી જ હું તેની હાની કરવા સમર્થ થઈશ.” આમ વિચારી તેણીએ દિવ્ય રૂપ ધારણ કર્યું, શરીર પર રહેલા અલંકારોના તેજ વડે અંધકારનું હરણ કરનારી, કમળ સરખા નેત્રવાળી, કામદેવને કીડા કરવાના વન જેવી, ચંદ્ર સમાન મુખવાળી, સર્વ અંગે સુંદર લીલાયુક્ત ગતિવાળી અને મનહર ઝાંઝરના શબ્દવાળી તે દેવી કુમાર પાસે આવીને મધુર સ્વરે બોલી કે –
સ્વામી ! મારે સર્વ અપરાધ ક્ષમા કરે. સૌભાગ્યવાળા અને સાત્વિક એવા તમને પતિ કરવાને ઇચ્છતી અને કામથી વિહૂળ થયેલી એવી મેં તમારું સૌભાગ્ય જોઈ તમારા સત્ત્વની આ રીતે પરીક્ષા કરી છે. તેથી તમારા પર સ્નેહવાળી, મુગ્ધ અને તમને જ અનુસરનારી એવી મને પ્રિયારૂપે અંગીકાર કરી મનુષ્ય ભવને વિષે પણ અત્યંત દુર્લભ એવા દેવતાઈ ભોગને હર્ષથી ભેગ. તમારું મન પ્રસન્ન થાય તેટલા માટે તમારું દાસપણું હું કરીશ, તમારી પાસે હમેશાં દિવ્ય નૃત્ય કરીશ અને સંગીત ગાઈશ.” -
આ પ્રમાણે વિવિધ પ્રકારના કામને જાગૃત કરનારા વચનના સમૂહ વડે તેણીએ કુમારને ચલાયમાન કરવા માંડ્યો, પરંતુ તેને ધ્યાનથી ચલાયમાન કરી શકી નહિ. ત્યારે તે વિસ્મય પામી પોતાના આકારને સંવરીને બોલી કે-“હું તારા સત્ત્વથી અત્યંત પ્રસન્ન થઈ છું, હવે તને ઉપસર્ગ નહિ કરું, પરંતુ તું મને કહે કે તું કયા મંત્રાદિકનું ધ્યાન કરે છે કે જેથી હું તને ઉપદ્રવ કરવા સમર્થ થઈ શકતી નથી ? અને એ કયે તારો ધર્મ છે કે જેથી તું મને ઉપકારીને પણ પૂજતો નથી?”