________________
૯૮
શ્રી જયાન'દ કેવળી ચરિત્ર તે જ જમાઈ તમારી પૂજા કરતા નથી, તેથી તમે અને તે જાણેા, હું તમારા ભક્ત છતાં શુ કરૂ ? ’’
એ પ્રમાણે કહી તેને નમી રાજા પોતાના મહેલમાં ગયા અને ઉચિત કા'માં પ્રવત્યેો.રાત્રિએ કુમારે દેવીને પ્રભાવવાળી જાણી કાંઈક મનમાં શકા પામી પટ્ટમાં ચિત્રેલી શ્રી જિનેશ્વરની પ્રતિમાની શ્રેષ્ઠ પુષ્પાદિક વડે પૂજા કરી, તેની પાસે સુગ ંધિ ધૂપ કરી, સ્થિર ચિત્તે જિનેશ્વરના ધ્યાનમાં જ લીન થઈ ને બેઠા. એ રીતે રાત્રિના પહેલે પ્રહર વ્યતીત થયા, ત્યારપછી બીજે પ્રહરે ચારે દિશામાં વ્યાપી જતા ધૂમાડો જોવામાં આવ્યા. તે ધૂમ્ર વડે વ્યાકુળ થયેલા સવ પરિવાર કાલાહલ કરતા નાસી ગયા. બુદ્ધિમાન કુમારે આ દેવીને કરેલા ઉપદ્રવ છે, એમ ધાયુ' તેથી તેણે વિચાયુ કે—
“ સમકિતવર્ડ સ્થિર ચિત્તવાળા અને અરિહંતનું' ધ્યાન કરનારા એવા મારે કાંઈ પણ ભય નથી. ’” એમ વિચારી પંચ નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરતા તે કુમાર કાચાત્સ`માં સ્થિત થયા. ધીમે ધીમે ધૂમાડા દૂર થયા અને ચાતરફ અગ્નિની જવાળા પ્રસરવા લાગી અને તેમાં અનુક્રમે ભયકર સ્ત્રીનું રૂપ ધારણ કરીને દેવી પ્રગટ થઈ. તેનું મસ્તક મૂઢાના આકાર જેવું હતુ, તાલ વૃક્ષ જેવા લાંબા પગ હતા, ગુફા જેવું ઉદર હતુ, ખીલા જેવા દાંત વડે તે ભય'કર દેખાતી હતી, તેના નેત્રા અગ્નિની સગડી જેવા દેદીપ્યમાન લાગતા હતા, ચક્ર, ત્રિશૂળ, ખડ્ગ અને દૈદીપ્યમાન ડમરૂને ધારણ કરનાર ચાર ઉદ્ધૃત ભુજદ'ડવડે તે અત્યંત ભયંકર દેખાતી હતી, તથા દેદીપ્યમાન ડમરૂ અને ધનુષના સ્કુરાયમાન થતા ડમડમ શબ્દ વડે તથા અવ્યક્ત અટ્ટહાસવડે તે આકાશને પણ ફાડી નાખતી હતી. પછી તે કટુશન્દે એટલી કે—
“ અરે ! દુષ્ટ ! મેં જ તને આવી ઉત્કૃષ્ટ લક્ષ્મી આપી છે છતાં તું જ મારી નિંદા કરે છે ને પૂજા કરતા નથી? હજી પણ મારી પૂજા કર અને મને પ્રણામ કર, નહિ તે તું મરણ પામીશ. મારા ક્રોધ પાસે ઇંદ્ર પણ તારૂં રક્ષણ કરી શકશે નહિ. ” આવાં તેણીના વચનેાથી પણ નહિ ક્ષોભ પામેલા કુમાર મૌન જ રહ્યો, ત્યારે તેણીએ અત્યંત ક્રોધથી તેના મસ્તકપર જવાળાવડે ભયકર અગ્નિની વૃષ્ટિ કરી. પરતુ તે અગ્નિ જિનેશ્વર દેવના ધ્યાનની પરંપરારૂપ મેઘથી હણાઈ ને શાંત થઈ ગયા. ત્યારે તેણીએ કુમાર ઉપર એક સિંહ મૂકો. એટલે ઘાર ગર્જના કરતા અને પુંછડા પછાડવાથી પૃથ્વીને કંપાવતા તે સિંહ નખરૂપી આયુધવડે હણીને તેનું ભક્ષણ કરવા તૈયાર થયા, પર`તુ જિનઘ્યાનના પ્રભાવથી તેની દાઢાએ ખરી પડી અને તીક્ષ્ણ નખા ભાંગી ગયા. તેથી તે તત્કાળ