________________
છઠો સગ. . કરતા કુમાર રહેવા લાગ્યું. ત્યારથી આરંભીને આ રાજાની સર્વ પ્રકારની લક્ષ્મી વૃદ્ધિ પામવા લાગી, તેથી રાજાએ તે કુમારનું શ્રીવર્ધન એવું નામ પાડ્યું.
એક દિવસ રાજાએ શ્રીવર્ધનકુમારને કહ્યું કે—“હે વત્સ! અમારા કુળમાં એ આચાર છે કે લગ્ન થયા પછી એક માસની અંદર વહુ સહિત વરે મોટા ઉત્સવપૂર્વક એક પશુવડે કુળદેવતાની પૂજા કરવી. તેથી તમારે બન્નેએ આવતી કાલે ચતુર્દશી છે, તેની રાત્રિએ હર્ષથી તે પૂજા કરવી પડશે.” તે સાંભળી કુમારે રાજાને કહ્યું –
હું કદાપિ નિરપરાધી પ્રાણીની હિંસા કરતા નથી, કરાવતા નથી અને કઈ હિંસા કરે તેને અનુમોદન પણ આપતો નથી. હિંસા નરકાદિક દુર્ગતિને આપનાર હોવાથી તેના જેવું કંઈ પણ મોટું પાપ નથી, અને સ્વર્ગ તથા મેક્ષ આપનાર હોવાથી અહિંસા જેવું કંઈ પણ મોટું પુણ્ય નથી. કહ્યું છે કે –
અમૃત નત્રિ -સૈવાધ્યાયઃ
___ साधुवादो विवादान्न, न शान्तिः प्राणिनां वधात् ॥" સપના મુખંથી અમૃતની ઉત્પત્તિ હોય નહિ, અપચ્ય સેવવાથી વ્યાધિને ક્ષય થાય નહિ, વિવાદથી સારો વાદ નીકળે નહિ, અને પ્રાણીના વધથી શાંતિ હોય જ નહિ.”
તે સાંભળી રાજાએ કહ્યું કે –“તે તમે વિવિધ પ્રકારના ભેજ્ય અને ખાદ્ય વિગેરે પદાર્થો વડે તેની પૂજા કરો. કારણ કે તેને નહિ પૂજવાથી તે અનર્થ કરે છે.” તે સાંભળી તત્વજ્ઞાની કુમાર બે કે –“જે હું મિથ્યાદષ્ટિ દેવતાને નમસ્કાર માત્ર પણ ન કરૂં, તે હું તેની પૂજા શી રીતે કરૂં? અરિહંત દેવ, તત્ત્વજ્ઞાની ગુરૂ અને અરિહંતને કહેલા સદ્ધર્મ તે જેનું રક્ષણ કરનાર છે, તેને અનર્થ કરવા ઈંદ્ર પણ સમર્થ નથી, તે આ બિચારી દેવી તે કઈ ગણતરીમાં છે? કહ્યું છે કે –
" ग्रहाः प्रसन्ना वशवर्तिनः सुरा, न दुष्टभूषाः प्रभवन्ति नो खलाः। नश्यन्ति विना विलसन्ति संपदो, हृदि स्थिते यत्र जिनः स पूज्यते ॥"
“જે જિનેશ્વર હદયમાં રહેલા હોય તે સર્વ ગ્રહો પ્રસન્ન થાય છે, દેવતાઓ આધીન થાય છે, દુષ્ટ રાજાઓ અને બળ પુરૂ ઉપદ્રવ કરવા સમર્થ થતા નથી, વિદને નાશ પામી જાય તથા સંપદાઓ આવીને વિલાસ કરે છે. એવા જિનેશ્વર પૂજવા લાગ્યા છે.
તે સાંભળી રાજા જમાઈને વધારે કહેવા સમર્થ નહિ હોવાથી તેને ઘેર એકલી પિત દેવીના ચૈત્યમાં જઈ તેણીને કહ્યું કે–“હે દેવી! તમે જ જે જમાઈ આપે છે,
WWWad
- જ-૧૩