________________
શ્રી જયાનંદ કેવળ ચરિત્ર યુદ્ધવીર એવા વરને ઈચ્છે છે. તેથી તેવો વર મેળવી આપવા માટે કલ્યાણકારી મારી રેલણ નામની કુલદેવીની મેં આરાધના કરી. ત્રણ ઉપવાસ, બ્રહ્મચર્ય, ધ્યાન, મન અને જપાદિકથી સંતુષ્ટ થઈ તે દેવીએ ત્રીજી રાત્રે સ્વપ્નમાં મને કહ્યું કે–
“યુવરાજના ગૃહદ્વારની પાસે જુગારના અખાડામાં દિવ્ય અલંકાર અને નેપથ્થવાળો, ખીને ધારણ કરનારો અને મનહર આકૃતિવાળો જે પુરૂષ આવે અને જલદિથી દશ લાખ ધન જીતી લીલા વડે જ તે સર્વ ધન અર્થીઓને આપી દે, તે જગતમાં ઉત્તમ પુરૂષ સૌભાગ્યમંજરીને પતિ થવાને ગ્ય છે.” આ પ્રમાણે દેવીનું વચન સાંભળી પ્રાત:કાળે દેવીની પૂજા કરી મેં પારણું કર્યું. ત્યાર પછી જુગારના અખાડામાં પાસાવડે કુમારોને જુગાર રમવાનું મેં શરૂ કરાવ્યું. અને “આવો પુરૂષ જ્યારે તમારી પાસે આવે ત્યારે મને તરત જ જણાવવું.”
એમ કહી મેં હમેશાં ત્યાં સેવકને હાજર રાખ્યા. તેઓએ આજે મને તે વૃત્તાંત જણાવ્યું એટલે હર્ષ પામી મેં તરત જ તને બોલાવ્યો. તો હવે તારા રૂપ અને ગુણને ચોગ્ય એવી તે આ મારી પુત્રીનું તું પાણી ગ્રહણ કર.”
આ પ્રમાણે રાજાનું વચન સાંભળી શ્રીજયાનંદકુમાર બોલ્યો કે-“હે રાજનું ! મારા ગુણ કે વંશ જાણ્યા વિના તમે મને તમારી પુત્રી કેમ આપે છે ? ” શાસ્ત્રમાં તે કહ્યું છે કે –
Tઈ શી રવિંદ્યા, વો વિર સનાથના
वरे सप्त गुणा मृग्या-स्ततो भाग्यवशा कनी ॥" કુળ, શીલ, શરીર, વિદ્યા, ઉમ્મર, ધન અને નાથ સહિતપણું–આ સાત ગુણ વરને વિષે જેવા અર્થાત્ તે ગુણે જોઈને કન્યા આપવી, પછી કન્યા ભાગ્યને વશ છેકન્યાનું જેવું ભાગ્ય હોય તેવું થાય છે.”
તે સાંભળી રાજાએ કહ્યું કે –“તારા આ કાર્યથી અને વિવેકાદિકથી તેમ જ દેવીની વાણી ઉપરથી તારા કુળાદિક જાણ્યા છે, માટે મારી પ્રાર્થના વૃથા ન કર.” તે સાંભળી કુમાર મૌન રહ્યો એટલે રાજાએ તિષીના આપેલા શુભ લગ્નને વિષે શ્રી
જ્યાનંદકુમારની સાથે પિતાની પુત્રીના લગ્નમહોત્સવ કર્યો તેમાં રાજાએ હર્ષથી તેને નગર, ગામ, પત્તિ, અશ્વ, રથ, હાથી, દાસ, દાસી વિગેરે સર્વ પ્રકારના ભેગની સામગ્રી આપી. પછી રાજાએ આપેલા મહેલમાં નવી પરણેલી પત્નીની સાથે ઈચ્છા પ્રમાણે વિલાસ