________________
૯૫
છો સગ. . , “નીતિથી પવિત્ર થયેલે રાજા સર્વ તીર્થોમાં પ્રથમ તીર્થ છે કે જેને પ્રણામ કરવાથી તે તત્કાળ અદ્ભુત અને ઇચ્છિત લક્ષ્મી આપે છે.” તે સાંભળી રાજા બોલ્ય“હે મહા ભાગ્યવાન ! તારી આકૃતિ કોઈક દિવ્ય છે અને વિનયાદિક ગુણે પણ ઉત્કૃષ્ટ છે. તે બન્ને પરસ્પર એકબીજાને ભાવે છે. આકાર વિના ગુણે પણ ગ્રહણ થઈ શકતા નથી. વિષમ સ્થાનમાં રહેલું પવિત્ર જળ પણ પીવા લાયક હોતું નથી. તારી આ અલૌકિક મૂર્તિ વિધાતાએ લાવણ્યરૂપી અમૃતની નવી તળાવડીરૂપ બનાવી છે કે જેમાં જગતના ને ડુબી રહે છે, કેઈપણ વખત વિરામ લેવા ઈચ્છતા નથી.”
આ પ્રમાણે પિતાની પ્રશંસા સાંભળી કુમાર બોલે કે–હે પ્રભુ ! તમારી સૌમ્ય (સુંદર) દષ્ટિથી હું ભાગ્યવાન બને છું. શું ચંદ્ર પિતાની ચંદ્રિકા વડે પોયણુને લક્ષ્મી નથી પમાડત-વિકસ્વર નથી કરતો ? કરે જ છે.”
આ પ્રમાણે પ્રીતિ સહિત વાર્તાલાપવડે કેટલાક સમય વ્યતીત થયો, ત્યારે અવસરને જણાવનાર મંગલપાઠક બોલ્યો કે –“હે રાજા ! જેના પાદ (કિરણ) ક્ષમાધરના (પર્વતના) વિરામ મસ્તકપર વિલાસ કરે છે અને જે દિશાઓને પિતાના તેજ વડે દેદીપ્યમાન કરે છે. એ અંધકારરૂપી શત્રુને નાશ કરનાર મધ્યાહ્નને સૂર્ય તમારી જ જેમ પ્રતાપને ધારણ કરે છે.” તે આ પ્રમાણેના તેનાં વચન સાંભળી મધ્યાહ્નનું કાર્ય કરવા માટે રાજાએ સભા વિસર્જન કરી અને કુમાર સહિત રાજમહેલમાં જઈ વિધિ પ્રમાણે સ્નાનાદિક કીડા કરી અને ભોજન કર્યું. ભોજન કર્યા પછી શય્યા પર રહેલા રાજાએ આસન પર બેઠેલા કુમારને કહ્યું કે–
હે વત્સ ! જે કારણે તને અહીં બોલાવવામાં આવ્યો છે તે તું સાંભળ. મારે સૌભાગ્યવડે શેભતી લલિતા, વિમળા, લીલાવતી અને કેલિલા વગેરે પાંચ રાણીઓ છે. તેમનાથી ઉત્પન્ન થયેલા ભાનુ, ભાનુધર, ભાનુવીર, સુભાનુ, વરદત્ત, સુદત્તક, સુષેણ, રવિ તેજા, સુભીમ અને સુમુખ વગેરે એક સો પુત્ર છે. તેમની ઉપર એક જ સૌભાગ્યમંજરી નામની પુત્રી છે. તે લલિતા પટરાણીથી ઉત્પન્ન થયેલી છે, મનહર રૂપવાળી છે, બુદ્ધિનું નિધાન છે, ચોસઠકળામાં નિપુણ છે, સર્વ પ્રકારના ગુણે કરીને ઉત્તમ છે, લાવણ્યની ખાણ છે, વિશ્વજનેના હૃદયને આનંદ આપનારી છે, પ્રિય વચન બોલનારી છે, તથા મારા હૃદયનું વિશ્રામસ્થાન છે. તે પુત્રી દાનવીર અને
૧ રાજાના પક્ષમાં જેના એટલે તારા પાદ-પગ. ક્ષમાધરના એટલે રાજાઓના મસ્તક પર વિલાસ કરે છે..