________________
૯૪
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
વિવિધ પ્રકારની પૂજાદિક પ્રભાવના કરવી, અને સંઘને વિષે દુરંત પાપને નાશ કરનારી સહાયતા કરવી.” તે સાંભળી દેવીએ તેનુ' વચન 'ગીકાર કરી કહ્યુ` કે—હવે તને હું ક્યાં મૂકું ?”
કુમારે કહ્યું—“ હે દેવી ! તું પ્રતિાધ પામી તેથી તને ધન્ય છે. મને તું હેમપુર નામના નગરમાં મૂક.” પછી તે ધમ ગુરૂને તેણીએ વિઘ્નને નાશ કરનારી બીજી ઔષધિ આપી, તથા સર્વ અંગના અલંકાર અને મનેાહર વજ્ર પણ આપ્યાં. પછી પ્રાત:કાળ થયા ત્યારે અન્ને ઔષધિ સહિત તે કુમારને ત્યાંથી ઉપાડી હેમપુરના ઉદ્યાનમાં મૂકી તેને પ્રણામ કરીને દેવી અદૃશ્ય થઈ.
પછી દિવ્ય નેપથ્ય અને અલંકારથી શૈાભતા તે શ્રીજયાન કુમારે નગરમાં પ્રવેશ કર્યાં. તેની શેાભા જોઈ સજના માહ પામ્યા. માર્ગોમાં તેણે જુગારના અખાડો જોયો. ત્યાં તે કૌતુકથી બેઠા અને આભૂષણનુ પણ ( શરત ) કરી રાજપુત્રાદિક સાથે રમવા લાગ્યો. તેણે દશ દાવવડે તે સર્વને જીતી લીધા, તેએ દશ લાખ ધનને હારી ગયા પછી સર્વસ્વ હારો જવાની બીકથી વધારે રમ્યા નહિ. પછી તે કુમારે આગળ ચાલતાં જિનમ`દિરમાં ગંધર્વોને જિનેશ્વરદેવ અને ગુરૂનાં ગીતા ગાતા સાંભળી મળેલુ દશ લાખનુ' દાન લીલા માત્રમાંજ આપી દીધું.
આવા ઉદાર ચરિત્રવાળા તેને સાંભળી હેમપ્રભ નામના રાજાએ તેને પોતાની પાસે એલાવ્યા, એટલે તે સાહસિક ત્યાં આવ્યા. અદ્ભુત આકાર અને લાવણ્યવાળા તેમજ દિવ્ય અલંકાર અને નેપથ્યવાળા તે શ્રેષ્ઠ યુવાનને જોઈ સર્વ સભાસદો વિચારવા લાગ્યા કે જો આ અશ્વિનીકુમાર હોય તે એકલેા કેમ છે? જો કામદેવ હોય તેા તેને મત્સ્યનુ ચિન્હ કેમ નથી ? જો ચંદ્ર હોય તેા લાંછન રહિત કેમ છે? જે સૂર્ય હાય તે તાપ કેમ કરતા નથી ? જો આ મનુષ્ય હાય તા આ પૃથ્વી જ અત્યંત ગૌરવવાળી જણાય છે, જો દેવ હાય તો અમે સ્વને નમીએ છીએ, અને જો આ જન્મવડે નાગલેકને પવિત્ર કરતા હાય તેા તે નાગલાક પાતાળમાંથી ઉંચે આવેલુ' જણાય છે. ''
સભાસદો આમ વિચારે છે તેવામાં કુમારે રાજાને નમસ્કાર કર્યો, એટલે રાજાએ પણ વિસ્મય સહિત તેને આલિંગન કરી : હર્ષોંથી પેાતાના અધ આસનપર બેસવા આગ્રહ કર્યા, પરંતુ કુમાર વિનયથી રાજાની પાસેના નીચા આસનપર બેઠા. રાજાએ તેને પૂછ્યુ. કે હે ભદ્ર ! તું કુશળ છે ? ” તે બોલ્યા કે—“ હું મહારાજ ! તમે આજ મારા નેત્રને ગેાચર થયા, તેથી મારા જન્મ આજે નેત્રા પણ સફળ થયાં. કહ્યુ` છે કે—
સફળ થયા, અને મારા