________________
છઠ્ઠો સ.
૯૩
તત્કાળ તેની આપેલી ઔષિધ લઇ પાણીમાં ઘસી પેાતાના અને નેત્રામાં નાખી એટલે તરતજ તે ક્રિય નેત્રવાળા થયા અને તેણે પેાતાની પાસે કાંતિવડે દેદીપ્યમાન દેવીને જોઈ. · મણિ, મંત્ર અને ઔષધિના મહિમા વચનથી કહી શકાય તેવા હાતા નથી. ’
ત્યારપછી દેવીએ શ્રીજયાનંદકુમારને પૂછ્યું કે જેનું રક્ષણ કરવા માટે તું નિર'તર આ પ્રમાણે લેશ પામે છે, તે સમિકિતનુ' સ્વરૂપ શુ છે ? તે કહે. ” ત્યારે શ્રીજયાનંદકુમાર હર્ષ થી ખેલ્યા કે—
સમકિતનું સ્વરૂપ ત્રણ તત્ત્વની શ્રદ્ધા કરવી તે છે. અને તે તત્ત્વ દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ છે. ” પછી તે ત્રણ તત્ત્વનું સ્વરૂપ કહેવાપૂર્વક શ્રાવક ધર્મ તેણે વિસ્તાર સહિત કહ્યો. તે શ્રાવક ધમ સાંભળી શુભ સંસ્કાર જાગૃત થવાથી અવિધજ્ઞાનવડે પૂર્વ ભવનું સ્વરૂપ જાણી તે દેવી ખેલી કે—
'
(6
‹ પૂર્વભવમાં હું સકિતવ્રતધારી શ્રાવિકા હતી. તે ભવમાં મારે પુત્ર માંદા થયે, ત્યારે એક વખત મેં એક પરિવ્રાજકને તેના ઉપાય પૂછ્યા, તે પરિવ્રાજકે તેને ભૂતાદિકના દોષ કહ્યો, તે દોષ દૂર કરવા માટે મેં તેની પ્રાર્થના કરી. ત્યારે તેણે મંત્ર અને ચૂર્ણાદિકના ઉપાયથી તેને સાજો કર્યા. ત્યારપછી પ્રસન્ન થઈને હું તે પરિવ્રાજકને હંમેશાં ઈચ્છિત ભિક્ષા આપવા લાગી. તે પણ જયારે મારે ઘેર આવે ત્યારે તેને ધમ કહેવા લાગ્યા. એટલે તેને શૌચમય ધર્મ અને જૈનના મિલન ધમ તેમાં કા ધમ સત્ય હશે ? ” એમ કોઈ વખત અભાગ્યને ચેાગે મે સદ્દે કર્યાં.
આ પ્રમાણે શંકા વિગેરે અતિચારાવડે ચિરકાળ સુધી મેં સકિતની વિરાધના કરી અને ગુરૂ પાસે તેની આલેાચના કર્યા વિના મરણ પામીને હું આ પર્યંતની સ્વામિની, માટી ઋદ્ધિવાળી, ઘણી દેવીઓના પરિવારવાળી, મિથ્યાદષ્ટિએમાં અગ્રેસર અને ક્રૂર કમ કરનારી ગિરિમાલિની નામની દેવી થઇ. હમણાં તારા વચનથી મને તત્કાળ પૂર્વોક્ત અજ્ઞાનની નિવૃત્તિ થવાથી મતિ, શ્રુત અને અવધિજ્ઞાનની સ્મૃતિ પ્રાપ્ત થઈ છે. તેથી સમ્યક્ પ્રકારે મારા પૂર્વભવનુ' વૃત્તાંત જાણી તેને નિવેદન કરી તારી શિક્ષાથી કૃતા થયેલા મારા આત્માને હું તારે આધીન કરૂં છું. ગુરૂરૂપ તારી પાસે તારી સાક્ષીએ હું આજે સમિકત પામી છું. અર્થાત્ પ્રતિમાધ પામીને સમકિત અંગીકાર કરૂં છું. આજ પછી હું કદાપિ હિંસાદિક કરીશ નહિ; પરંતુ પ્રથમ કરેલી હિંસાક્રિકથી ઉત્પન્ન થયેલા પાપનો હુ' શી રીતે ક્ષય કરૂં ? તે કહે. ” ત્યારે કુમારે કહ્યું કે—
દેવી ! તું પેાતાની શુદ્ધિને માટે આ પ્રમાણે કર. અરિહંતનાં ચૈત્યેામાં
66