________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર તેથી કરીને આપત્તિને વિષે પણ મારે ધીરજ ધારણ કરવી યોગ્ય છે. તેજ સપુરૂષનું ચિન્હ છે. વાયુવડે વૃક્ષે કંપે છે પરંતુ પર્વત જરા પણ કંપતો નથી. હવે અગ્નિવડે તૃણના સમૂહની જેમ ધર્મવડે કર્મ ક્ષય કરવા લાયક છે, અને તે ધર્મ સદ્ધયાનવડે જ સાધી શકાય છે, તેથી તે સદ્ધયાનને જ હું હૃદયમાં ધારણ કરૂં. મારી પાસે મનવાંછિત આપનારું નિશ્ચળસમકિત છે, તે જ આપત્તિરૂપી જવરને નાશ કરવામાં રસાયન સમાન છે અને તેજ હમણાં મારું રક્ષણ કરનાર છે. તેથી કર્મરૂપી શત્રુને જય કરવામાં તેના જેવી આ વ્યથા મારે સભ્ય ભાવે સહન કરવાની જ છે. ”
આમ વિચારીને તેણે સત્વથી કાત્સર્ગ ગ્રહણ કર્યો. એકાગ્ર મનવાળા તેણે પંચપરમેષ્ઠિ મહામંત્રનું ધ્યાન કરતાં શત્રુ અને મિત્રને વિષે સમતા ધારણ કરી. કેમકે પંડિત સમયને જાણનારાજ હોય છે. તેના સમકિત અને સદ્ધયાનના પ્રભાવથી ગિરિ માલિની દેવીનું આસન કંપ્યું, તેથી તત્કાળ ત્યાં આવીને તે બોલી કે –
“હે ભદ્ર! તું સપુરૂષ હોવાથી તારી આ દુરવસ્થા હરવા માટે હું તારી પાસે આવી છું, પરંતુ મારી પૂજા તારે કરવી જોઈએ એમ ઈચ્છું છું. માત્ર એક કુતરાનો ભોગ આપવા વડે જ તું મારી પૂજા અંગીકાર કર, કે જેથી તારાં નેત્રો હું સજજ કરૂં.” ત્યારે કાર્યોત્સર્ગ પૂર્ણ કરી શ્રી જયાનંદકુમાર બોલે કે –મારાં નેત્રોની જેમ પ્રાણે પણ ભલે જાએ, પરંતુ હું કદાપિ પ્રાણીની હિંસા કરીશ નહિ.” ત્યારે દેવીએ અનુક્રમે બળિદાન, ભેજન અને છેવટ પ્રણામ માત્રની જ માગણી કરી, ત્યારે તેણે
તું મિથ્યાષ્ટિ છે તેથી સમકિતની મલિનતાથી ભય પામતો હું તને તેમાંનું કાંઈ પણ કરીશ નહિ.” આ પ્રમાણે શ્રીજયાનંદકુમારે કહ્યું, ત્યારે તે ક્રોધાવિષ્ટ થઈને બેલી કે–“હે અતિ દુબુદ્ધિવાળા ! જે તું મને પ્રણામ માત્ર પણ નથી કરતો, તો હે દુષ્ટ આશયવાળા ! મારી અવજ્ઞા કરવાનું ફળ તું જે.” એમ કહી તે દેવીએ અત્યંત સૂસવાટ કરતો વાયુ વિકુવ્યું કે જેનાથી પડતી પર્વતની શિલાઓના ઘેર શબ્દવડે દેવતાઓ પણ ભય પામવા લાગ્યા. તે વાયુએ તેને ઉપાડી આકાશમાં ભમાડ્યો, તેથી તે મહા વ્યથા પામે, તે પણ તેનું હૃદય ક્ષોભ પામ્યું નહિ. ત્યારે તેને પડતાને દેવીએ હસ્તસંપુટમાં ઝીલી લીધો. પછી તેણીએ કહ્યું કે–
“હે મહા ભાગ્યવાન ! તારા સત્ત્વથી હું તુષ્ટમાન થઈ છું, તું આ ઔષધિ ગ્રહણ કર અને તેના રસથી તારા નેત્ર સજજ કર, ” ત્યારે મનમાં હર્ષ પામેલા શ્રીજ્યાનંદકુમારે
-
*
*
*
/////