________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર “હું અધર્મથી પણ રાજ્યને પામે છું.” ત્યારે શ્રીજ્યાનંદકુમાર હસીને બેલ્યો કે “અહો ! આટલાથી જ તને ગર્વ આવી ગયે! અથવા એક બળને કકડે મળવાથી પણ રંક માણસ ખુશી થાય જ છે.” તે સાંભળી સિંહને અત્યંત કપ થયે, તે પણ તેણે આકાર ગેપવી રાખે. શું ઉંદરને હણવા ઈચ્છતે બિલાડો આકારને નથી ગેપવત? ગેપવે જ છે. પછી સિંહે ઉપરથી હાસ્ય કરી પ્રેમ દેખાડી તેને રંજીત કર્યો.
કેટલાક દિવસે ગયા પછી એક દિવસ સિંહે શ્રીયાનંદકુમારને કહ્યું કે –“હે ભાઈ ! આ પર્વતના શિખર ઉપર અહીંથી એક ગાઉ દૂર પલ્લીપતિઓએ પૂજવા લાયક મેટા પ્રભાવવાળી ગિરિમાલિની નામની દેવી છે. આજે કૃષ્ણ ચતુર્દશી હેવાથી તે દેવીની પાસે હું એક મંત્ર સાધવાને ઈચ્છું છું, તેથી તું મારો ઊત્તર સાધક થા.” તે સાંભળી “બહુ સારૂં” એમ શ્રીજયાનંદકુમારે કહ્યું,
ત્યારે સાયંકાળ થતાં પૂજાની સામગ્રી લઈ સિંહ ખગ ધારણ કરેલા શ્રીજયાનંદકુમાર સહિત દેવીના મંદિરમાં ગયા. ત્યાં રાત્રી દેવીની પૂજા કરી તેની પાસે દંભથી મંત્રનો જાપ કરવા લાગ્યા અને શ્રીજયાનંદકુમાર ખગને ઉંચું રાખી ઉત્તરસાધક પણે ઉભે રહ્યો. તે સાત્ત્વિક નિઃશંકપણે દેવાલયમાં ચેતરફ ફરતે હતે, ભૂતપ્રેતાદિકને ત્રાસ પમાડતે હતો અને ઉપસર્ગોને નિવારતો હતો. આ રીતે મધ્યરાત્રિ વ્યતીત થઈ ત્યારે ધ્યાનને ત્યાગ કરી સિંહે તેને કહ્યું કે – ,
હે ભાઈ! તારા પ્રભાવથી મારો મંત્ર બે પહોરમાં જ સિદ્ધ થયે. પણ તું થાકેલે છે તે હવે નિઃશંકપણે સુઈ જા. હું તારું રક્ષણ કરીશ. મારે મંત્ર સંબંધી જાગરણ કરવાનું છે. કારણ કે આ મંત્રમાં એ વિધિ છે.” તે સાંભળી તેના આશયને નહિ જાણતો શ્રીજયાનંદકુમાર સરળતાથી પિતાની જેવો જ તેને પ્રેમ ધારી સુઈ ગયે અને તત્કાળ નિદ્રાવશ થયે. પછી “આ અવસર ઠીક મળ્યો છે એમ માનતા કર સિંહે છળ કરીને શીધ્રપણે શસ્ત્રવડે તેનાં નેત્રો ઉખેડી નાખ્યાં અને બોલ્યા કે—“હે દુષ્ટ ! મારા પક્ષની અને રાજ્યની તું નિંદા કરે છે, તથા ગર્વવડે ઉદ્ધત થયેલે તું હારી ગયા છતાં નેત્રો આપતું નથી, તેથી મેં તે બળાત્કારે ગ્રહણ કર્યા છે. હે અશ્વ ! હવે તું ધર્મનું ફળ ભેગવ. અથવા ધર્મથી જ મૃત્યુ પામ.” એમ કહીને જાણે દુર્ગતિના પ્રયાણનું પ્રસ્થાન કરતે હોય તેમ તે સિંહ પલ્લીમાં ચાલ્યા ગયે.
શ્રીજયાનંદકુમારે પુર્વે મંત્રીના ભવમાં “શું તારાં નેત્રો નષ્ટ થયાં છે?” એમ