________________
૮૮
શ્રી જયાનંદ કેવળ ચરિત્ર તેના બાણોને રોકવા કે સહન કરવા કઈ પણ વીર શક્તિમાન થયે નહિ. તેથી કેટલાક વીર યુદ્ધને અને શસ્ત્રને ત્યાગ કરી દૂર જઈ નિર્ભયપણે ઉભા રહ્યા. મહાસેનના સૈન્યમાં કઈ પણ યુદ્ધ કરનાર સુભટ શ્રી જયાનંદકુમારના બાણથી અંકિત ન થયા હોય તે રહ્યો નહિ. માત્ર દયાથી જ કુમારે તેને હણ્યા નહિ. ત્યારપછી પિતાનું સર્વ સૈન્ય ભાંગેલું જોઈ અત્યંત ક્રોધથી મહાસેને સર્વ શક્તિવડે અંતર પડવા દીધા વિના બાણે મૂક્યાં, તેને શ્રીજ્યાનંદકુમારે અર્ધમાર્ગમાં જ લીલાએ કરીને પિતાના બાણેવડે છેદી નાખ્યા, અને તે મહાસેનના ધનુષ્ય તથા બખ્તર વિગેરે છેદી તેને વ્યાકુળ કર્યો. પછી વૈર્યથી પગને ઊંચું કરી તે વીર તેની સન્મુખ દે, એટલે શ્રીજ્યાનંદકુમારે પિતાના ખગવડે તેના ખગના કકડે કકડા કરી નાખ્યા. તેને આયુધ રહિત થયેલ જોઈ શ્રી જયાનંદકુમારે ખડગનો ત્યાગ કરી મુષ્ટિવડે તેને હદયમાં પ્રહાર કર્યો, તેથી તેનાં નેત્ર ભમવા લાગ્યાં અને તે મૂછ ખાઈ પૃથ્વી પર પડ્યો. એટલે તરત જ તેને પિતાના ભિલ્લો પાસે બંધાવી, જળપાનવડે સ્વસ્થ કરી અત્યંત માનવા લાયક એવા ચંડસેનને સેં . - તે વખતે મહાસેનના સૈનિકે નાશી જતા હતા, તેમને શ્રીજ્યાનંદકુમારે ધીરજ આપી, અને તેમની પાસે સિંહકુમારને મંગાવી તેના બંધન છોડી તેને સ્વસ્થ કર્યો. ત્યારપછી ચંડસેન બોલ્યો કે–“અહો ! અમારા ભાગ્ય જાગતા છે, અને અહો ! અમારા પર દેવતાઓ તુષ્ટમાન છે કે જેથી અમે તમને નાથ તરીકે મેળવ્યા, અન્યથા આજે અમારા પ્રાણ જ ક્યાંથી રહ્યા હોત?” ઈત્યાદિક વચનેવડે શ્રીજયાનંદકુમારની સ્તુતિ કરીને મહાસેનને ગ્રહણ કરી, તેની પલ્લી પિતાને કબજે કરી, તેમાં કોઈ પિતાના માણસને રાખી શ્રીજયાનંદકુમારને સેવતો ચંડસેન હર્ષ અને મહોત્સવ પૂર્વક પિતાની સેના સહિત પિતાની પલ્લીમાં આવ્યો. પછી મહાસેને ચંડસેનની સેવા અંગીકાર કરી તેને દંડ આપે, એટલે નમસ્કાર કરનાર ઉપર વાત્સલ્યતાવાળા શ્રી જયાનંદકુમારે તેને મુક્ત કરાવ્યા.
ત્યારથી આરંભીને શ્રીજયાનંદકુમારને રાજ્ય તથા જીવિત દાયક માનતે ચંડસેન કૃતજ્ઞ હેવાથી પોતાના સ્વામી તરિકે માનવા લાગ્યો. પરંતુ સિંહકુમાર તે એ વિચાર કરવા લાગ્યો કે –
મને ધિક્કાર છે કે શ્રીજયાનંદકુમારે મને બે વાર બંધનથી મુક્ત કર્યો, કેમકે શત્રુએ કરેલે મોક્ષ અતિ દુઃખદાયક છે.” તેને ખેદ દૂર કરવા માટે શ્રી જયા
irritutirror