________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર કરવા ચાલ્યા. ચંડસેનને યુદ્ધ કરવા આવેલે જાણે પિતાના આત્માને સુભટ માનનાર અને અત્યંત ક્રોધ સહિત બુદ્ધિવાળે મહાસેન તત્કાળ ભિલ્લની સેના સહિત પલ્લીમાંથી બહાર નીકળે.
ચિત્તા, વાઘ, હાથી અને મૃગ વિગેરે પશુના ચર્મને પહેરનારા, વિવિધ પ્રકારની લતા અને મેરપીંછને મસ્તક પર ધારણ કરનારા, કાહલાના નાદવડે એકઠા થયેલા, ક્રોધે કરીને સહિત અને બખ્તરને ધારણ કરનારા એવા ભિલ્લે વિવિધ પ્રકારના આયુધો ગ્રહણ કરી યુદ્ધ કરવા આવ્યા. તેમના અહંકારપૂર્વક ગજ્જરવવડે, ભુજના આસ્ફાટવડે, કટુ વચનવડે, વાજિંત્રના નાદવડે અને ધનુષના શબ્દવડે તરફથી પર્વત પણ ગરવા કરી રહ્યા. સ્વામી પર ભક્તિવાળા, મદેન્મત્ત અને વાંદરાઓની જેમ કુદતા દ્ધાઓ ક્રોધથી શત્રુઓને બોલાવી લાવીને યુદ્ધ કરવા લાગ્યા. ચોતરફથી કુદી કુદીને કેટલાક કુંત (ભાલા) વડે, કેટલાક બાવડે અને કેટલાક ખડ્યાદિક શસ્ત્રોવડે શત્રુઓ પર પ્રહાર કરવા લાગ્યા. ( આ પ્રમાણે મહાભયંકર રણસંગ્રામ થતાં મહાસેનના સુભટોએ ચંડસેનનું સૈન્ય ભાંગી મોટો કોલાહલ કરી મૂક્યો. પિતાની સેના ભાગેલી જોઈ સિંહકુમાર યુદ્ધ કરવા ઊભે , અને તેણે પૈર્યથી ભિલેને ઉત્સાહ આપી બાણનો વરસાદ વરસાવ્યો. - ભિલ્લેના સમૂહ સહિત ધીર એવા સિંહકુમારે બાણની વૃષ્ટિવડે ઉપદ્રવ કરેલા શત્રુઓ મેઘજળની વૃષ્ટિવડે ઉપદ્રવ કરેલી રજની જેમ નાસી ગયા. ભગ્ન થયેલું પિતાનું સૈન્ય જોઈ પ્રચંડ અને મોટા ભુજદંડવડે સમગ્ર શત્રુઓનો નાશ કરનાર અને સુભટમાં ઉત્કટ એ મહાસેન જાણે તૃષાને લીધે શત્રુઓના રૂધિરનું પાન કરતો હોય તેવા બાણેની વૃષ્ટિ કરતા સિંહકુમારને હણવા માટે અષ્ટાપદની જેમ યુદ્ધ કરવા ઊભો થયો. તેણે સિંહના બાણોને છેદી નાખ્યાં, બાવડે ભિલેને કોણ કર્યા, અનેક શૂરવીરેના પ્રાણ હરણ કર્યા અને શરણરહિત શત્રુઓને ત્રાસ પમાડ્યો.
પછી તેણે જલદીથી સિંહના ધનુષને છેદી, કવચને ભેદી, બાવડે વ્યાકુળ કરી તેને બાંધી લઈને પિતાના સૈન્યમાં પહોંચાડી દીધું. તે જોઈ ક્રોધથી ઉદ્ધત થયેલા ચંડસેને તત્કાળ યુદ્ધ કરવા તૈયાર થઈ સુભટોમાં અગ્રેસર એવા તે મહાસેનને બોલાવ્યા. પદવડે ઉન્મત્તપણાને ધારણ કરતા હાથીની જેવા દુધરે તે બન્ને વીરો સ્પર્ધાથી યુદ્ધ કરવા લાગ્યા. ગર્જના કરતા અને ગર્વથી પર્વતની ગુફાઓને પણ ગજાવતા તથા ક્રોધથી મેઘની જેમ બાણેની શ્રેણિને તિરછી વરસાવતા તે બંને વીરાએ લાંબાકાળ સુધી ભયંકર