________________
૧૦.
વ્યાખ્યાનમાં આ ગ્રંથ વાંચે છે. સાડાસાતહજાર શ્લેક પ્રમાણને આ ગ્રંથ હવાથી ચાતુર્માસમાં પુરે થઈ શકતો નથી, તેથી તેના બે, ત્રણ કે ચાર જેટલા સર્ગ શ્રોતાજને સાંભળવા બાકી રહી જાય છે.
સંવત ૨૦૨૦ની સાલમાં અમદાવાદ બહારની પોળના ઉપાશ્રયના શ્રીસંધની પિતાને ત્યાં ચાતુમોસ કરાવવા માટે પૂજ્ય મહારાજશ્રીને ઘણી જ આગ્રહભરી વિનંતિ કરવામાં આવેલ, તેને સ્વીકાર કરી પૂજ્ય મહારાજશ્રી પોતાના પરિવાર સહ શ્રીસંધના ભવ્ય સ્વાગતપૂર્વક જેઠ સુદમાં લુહારની પાળે , ચાતુર્માસાથે પધાર્યા, શ્રીસંપની ભાવનાથી બીજા વ્યાખ્યાનમાં શ્રી જયાનંદકેવલી ચરિત્ર વાંચવું શરૂ કરેલ, તેમાં આવતા રત્નત્રયીની આરાધનાના વિષયોની સુંદર સમજાવટથી શ્રોતાજનોને વધુ રસ પડયો, અને " ચાતુર્માસમાં વિવિધ પ્રકારની તપશ્ચર્યાઓ, અદાઈઓ, છપ્પનદિફકમારિકા મહોત્સવ, પૂજા, પ્રભાવનાઓ, સ્વામિ વાત્સલ્યો આદિ શાસનપ્રભાવનાનાં ઘણાં સારાં કાર્યો થયાં.
૫. પૂ. સ્વ. આચાર્ય ભગવંત શ્રી ઉદયસૂરીશ્વરજી મહારાજશ્રીને લુહારની પળના ઉપાશ્રયે શ્રીસ ધ તરફથી અઠ્ઠાઈમહોત્સવ અને ધનપીંપળીની ખડકીવાલા ધર્મનિષ્ઠ સ્વ. શેઠશ્રી નેમચંદભાઈને તેમના કુટુંબીજનો તરફથી પિતાને ત્યાં ધનપીંપળીની ખડકીમાં મહાઆડંબર પૂર્વક શ્રીશાન્તિસ્નાત્ર સહ પૂજ્ય મહારાજશ્રીની શુભનિશ્રામાં અઠ્ઠાઈ મહોત્સવ ઉજવવામાં આવ્યા.
સઅજ્ઞાનની વૃદ્ધિ માટે જેઓ સારી રીતે અભ્યાસ કરી શકે તેવા સાધ્વીજીઓને માટે સંસ્કૃત પાઠશાળાની જરૂર જણાતાં શ્રીસંધના અગ્રગણ્ય સુશ્રાવક શ્રીવિમલભાઈ શેઠ, શ્રી ફકીરચંદભાઈ સેક્રેટરી શ્રી કસ્તુરભાઈ શેઠ આદિને ઉપદેશ આપી સંવત ૨૦૨૧ના કારતક સુદ ૫ ના રોજ લવારની પાળ ઉપાશ્રયના નીચેના ભાગમાં પાઠશાલા સ્થાપન કરાવી, જેને આજે એક વર્ષ ઉપરાંત ટાઈમ થઈ ગયો. : તેમાં સુપ્રસિદ્ધ વિદ્વાન પંડિતજી શ્રી ઉમિયાશંકરભાઈ પાસે જુદા જુદા સમુદાયના સાધ્વીજીઓ સારી રીતે અભ્યાસ કરી રહેલ છે,
ચાતુર્માસમાં શ્રીજયાનંદકેવલી ચરિત્ર પુરૂં ન થઈ શકવાથી, પૂજ્ય મહારાજશ્રીની ભાવના અને શ્રોતાજનોની માગણીથી શ્રી જયાનંદકેવલી ચરિત્રનું ભાષાંતર પ્રગટ કરાવવા ભાવના થઈ, તેને ભાવિક ગ્રહ સાથે નિથ કરીને ગ્રંથ છપાવવાનું કામ શરૂ કરાવ્યું.
શ્રીસુરદાસ શેઠની પિળના શ્રી સંધ તરફથી પૂજ્ય મહારાજશ્રીને ચાતુર્માસ બદલાવવા માટે ઘણું જ આગ્રહ થવાથી તેમની વિનંતિને માન આપી શ્રી સંધના ઘણું જ ઉલ્લાસ અને સંસ્કાર પૂર્વક સુરદાસ શેઠની પળે ચાતુર્માસ બદલવામાં આવ્યું અને વયોવૃદ્ધ સાધ્વીશ્રી છનશ્રીજીના સ્વર્ગવાસ નિમિતે પૂજ્ય મહારાજશ્રીની શુભનિશ્રામાં શ્રીશાન્તિસ્નાત્ર સહ ભવ્ય અઠ્ઠાઈ મહોત્સવ ઉજવવામાં આવ્યું. ત્યારબાદ લુહારની પિળે મૌન અગ્યારશ કરી પછી પૂ. મ.શ્રીને પાટણતરફ વિહાર કરવા ભાવના હતી, પરંતુ ધનપીપળીની ખડકીવાળા ધર્મનિષ્ઠ સુશ્રાવક શેઠશ્રી ચીમનલાલ સાકરચંદ ચેકસીને નવછાડનું ઉજમણું કરવાનું હોવાથી તેમની આગ્રહભરી વિનંતિને માન આપી ઉજમણ સુધી લુહારની પળે સ્થિરતા કરી.
પૂજ્ય મહારાજશ્રીના ઉપદેશથી ભાગશર વદ ૯-૧૦-૧૧ ત્રણ દિવસ ૩૭૮ની સંખ્યાવાળા શ્રાવક શ્રાવિકાના વિશાલ સમુદાયે ત્રણ દિવસના ભવ્ય મહોત્સવપૂર્વક શ્રી પોષ દશમ પર્વની આરાધના કરી. આ પ્રમાણે લુહારની પોળના ઉપાશ્રયે આઠ મહીનાની સ્થિરતામાં પૂ. મહારાજશ્રીની નિશ્રામાં જ્ઞાન