________________
મ
પs
પ્રાસંગિક
ક
TA
શ્રીવીતરાગ દેવ કથિત સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમચારિત્ર અને સમ્યક્તપને આવા દુષમકાલમાં પણ ભવ્યાત્માઓ પિતાનું સર્વસ્વ માની પાંચે ઈન્દ્રિયોના વિષયસુખના ભોગવટા ઉપર કાબુ મુકીને આત્મસાધનામાં રક્ત રહે છે, તે શ્રી તીર્થકર ભગવંતે અને તેમના શાસનને દીપાવનાર આજ સુધીના મહર્ષિઓને જ આભારી છે. જે એ તારક મહર્ષિઓએ શ્રીજિનપ્રતિમા અને શ્રીજેનાગમ રૂ૫ આરિસો ન આવ્યો હોત તો મારા જેવા પામરઆત્માને સમ્યગ્દર્શન સમ્યફચારિત્ર આદિની પ્રાપ્તિ ક્યાંથી થાત?
તેથી એ તારક શ્રીતીર્થકર ભગવંતોને અને પ્રભમાગને આરાધક બનાવનાર મારા અનન્ય ઉપકારી પસ્તારક પૂજ્ય ગુરૂદેવ શ્રીમદ્ ભુવનવિજ્યજી મહારાજ સાહેબને જેટલે ઉપકાર માનું તેટલે ઓછો જ છે. '
- આ ચરિત્રના નાયક શ્રી યાનંદવિલીને જીવ પ્રથમ નંદન નામના માળીના ભાવમાં રત્નસંચય નામના નગરના ઉદ્યાનમાં આવેલા જિનાલયમાં શ્રીરૂષભદેવ સ્વામીની ભવ્ય પ્રતિમાની શેઠ શાહુકાર
અને રાજા મહારાજાઓ આદિને ઉચીકેરીના દ્રવ્યોથી ભક્તિ કરતા જોઈને માળીના દિલમાં પણ પ્રભુ- ભક્તિ કરવા ભાવના પ્રગટ થઈ અને તરત જ બગીચામાંથી એક સારામાં સારૂં બીરૂં લઈ આવી
હર્ષપૂર્વક પ્રભુજીની આગળ સ્થાપન કર્યું અને ભાવપૂર્વક પ્રતિમાજીને નમસ્કાર કર્યા. તે દિવસથી જ આ માળીની ઉત્તરોત્તર ચડતી થવા લાગી એટલું જ નહી પણ નિયમિતપણે પિતાની સ્ત્રીઓ સાથે ઉલટભાવથી અધિકાધિક પ્રભુભક્તિ કરતે સંસારનાં સુખને ભોગવતે નંદન નામના આ ભાળીને જીવ ત્યાંથી ભરીને રતિવર્ધનનગરમાં શ્રીનરવીર રાજાના ભતિસાગર મંત્રી તરીકે ઉત્પન્ન થયો. અહિં મંત્રીના ભવમાં સદગુરૂનો સમાગમ થવાથી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી હાર્દિકભાવથી વિવિધ પ્રકારે ધર્મારાધન કરતે. અંતસમયે અનશન સ્વીકારી શ્રી પંચપરમેષ્ટિનું ધ્યાન કરતો મનુષ્યભવ સંબંધી દેહ ત્યજીને શક્ર સામાનિક દેવ પણે ઉત્પન્ન થયો. દેવભવમાં દિવ્ય સુખને ભેગવી ત્યાંથી એવી વિજયપુરનગરમાં શ્રીજયાનંદકુમાર તરીકે ઉત્પન્ન થયો. તદ્ભવ મોક્ષગામી આત્મા શ્રીજયાનંદકુમારે સામાન્ય મનુષ્યથી માંડીને શેઠશાહુકારો, રાજા-મહારાજાઓ, તાપસે, વિદ્યાધર અને દેવદેવીઓ આદિ અનેક આત્માઓને ખુલ્લા દિલે અને છુટા હાથે સમ્યક્ત્વની અજોડ લહાણ કરી પ્રભુમાર્ગના રસિયા બનાવ્યા, ઇત્યાદિ, સમ્યક્ત્વની ખાણુરૂપ વિવિધ પ્રકારના રસથી ભરપુર શ્રી જયાનંદકેવલી ચરિત્રની રચના પંદરમી સદીના ઉત્તરાર્ધમાં સહસ્ત્રાવધાની કાલીસરસ્વતી આચાર્ય પંગવ પૂજ્ય શ્રીમુનિસુંદરસૂરીશ્વરજી મહારાજશ્રીએ ભવ્ય આત્માઓના કલ્યાણ માટે કરેલ છે.
વર્તમાનમાં ચાતુર્માસ રહેલા ઘણું મહર્ષિઓ આ ગ્રંથને વ્યાખ્યાનમાં વાંચે છે, તેમાં પણ મારા પરમઉપકારી પૂજ્ય ગુરૂદેવશ્રીને આ ગ્રંથ વાંચવા વિશેષ ભાવના પ્રગટતી હોવાથી તેઓશ્રી મેટેભાગે