________________
કથા પ્રારંભ ભદ્રિક પરિણામી મતિસાગર મંત્રીને ત્યાં તપસ્વી મુનિ પધારે છે. મંત્રી તથા તેની બે સ્ત્રીઓ પ્રીતિસુંદરી અને ગુણસુંદરી સાથે મુનિને વહેરાવે છે. ત્યાં મુનિને વહેરાવવાની ક્રિયાની અનભિજ્ઞતાથી સ્ત્રીના હાથે પરમાન–દુધપાકના છાંટા જમીન ઉપર પડતાં મુનિ પરમાન લેતા નથી. ત્યાર પછી અગ્નિ ઉપર રહેલા ભાત અને દાળ વહોરાવવા આવે છે તે પણ મુનિ લેતા નથી. આ પછી મોદક આ તે પણ મુનિ શુદ્ધ આહાર નથી એમ કહી ના પાડે છે. મંત્રીને અને તેની સ્ત્રીઓને ક્રોધ ચડે છે. મારો. દિવસ અમંગલિક બનાવ્યો તેને અસંતોષ મંત્રીને થાય છે.
આ પછી મંત્રીને ત્યાં તેને મિત્ર ધમરૂચિ શ્રાવક આવે છે. ધરૂચિ પાસેથી મંત્રી, પધારેલ મુનિ મહાત્માની બધી વિગત સાંભળે છે. છેવટે ધર્મરૂચિ શ્રાવક સાથે મંત્રી મુનિ પાસે જાય છે. સાધુની ગોચરીના દોષોની સમજ મેળવે છે. અને મુનિએ આહાર કેમ ન લીધે તેની તેને જાણ થાય છે સાથે માદક વિષ મિશ્રિત હતા તે પણ જાણે છે. મુનિના તપ ત્યાગ સાથે પિતાના જીવન રક્ષક માને છે અને અહીં મતિસાગરને સમક્તિ થાય છે તેમજ પિતાને પૂર્વભવ માલિને જે હતા તે મુનિના ઉપદેશથી જાતિસ્મરણ જ્ઞાન દ્વારા પ્રત્યક્ષ જુએ છે, તેમાં જ પૂર્વભવમાં સેવકની ઉપર આક્રોશ કરેલ તે સેવકે પુરોહિત ' બની આ ભવે બદલે લીધે તે બધું સમજે છે. આ પછી મંત્રીને જીવ ભરી દેવલોકમાં જાય છે, અને ત્યાંથી આવી યુવરાજને પુત્ર જયાનંદ થાય છે. પુરોહિતને જીવે ત્યાંથી ભરી ધૂમકેતુ તિષિ થઈ આવી જયરાજાનો પુત્ર સિંહસાર થાય છે.
જયાનંદ અને સિંહસાર કાકાના પુત્ર થાય છે. એક જ સંસ્કારમાં ઉર્યા છતાં પૂર્વભવના સૌરા ખોટા સંસ્કાર ઉદયમાં આવે છે. જયાનંદ ક્રમે ક્રમે સાત્વિકતામાં આગળ વધી મુક્તિ સુધી પહોંચે છે. જ્યારે સિંહસારનો જીવ ઉત્તરોત્તર અધ:પતન પામે છે. આ ચરિત્રને ગ્રંથકારે પ્રસંગે પ્રસંગે અનેક પ્રકારને ઉપદેશ અને પ્રાસંગિક દ્રષ્ટાંત આપી ખુબજ રોચક બનાવ્યું છે.
આ પદ્યબદ્ધ જયાનંદ ચરિત્ર ૫૦૦ શ્લેક પ્રમાણ છે.
આ ગ્રંથનું પ્રકાશન આજથી ૨૦ વર્ષ પહેલાં વિ. સં. ૧૯૯૩ માં મેં કર્યું હતું. આ ગ્રંથનું પ્રકાશન કરવામાં તે વખતે મુદ્રિત હીરાલાલ હંસરાજની પ્રત સાથે વીરવિજય ઉપાશ્રયની અને પૂ. સિદ્ધિ રિ મહારાજસાહેબના ભંડારની પ્રત સાથે મેળવી ટિપ્પણો અને નોંધોથી પરિસ્કૃત કર્યું હતું તે વખતે ૨૮ વર્ષની વયે મારા વ્યવસાય પઠન પાઠન શાસ્ત્ર અધ્યયન હતું. આજે ખુબ પરિવર્તિત થઈ ગયો છું.. ધંધાકીય વ્યવસાયમાં ફસાયેલ મને ફરી શાસ્ત્ર સન્મુખ કરવામાં વાંચવા વિચારવામાં અને પૂર્વના સુકતની અનુમોદના કરવામાં પૂ. મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજે જે પ્રસ્તાવનાનું કામ સોંપી દેર્યો તે બદલ . તેમને આભાર માનું છું.
પૂ. મુનિશ્રી ભુવનવિજયજી મહારાજે જીવનમાં લાંબા વિહાર કર્યા છે. તેઓ દૂર દૂરની ભૂમિમાં વિચર્યા છે, અને લેકમાં કેવા ગ્રંથ સારા ઉપકારક નિવડી શકે તેવા છે તેને તેમને પુરો ખ્યાલ છે, આથી તેને અનુલક્ષી આ ગ્રંથનું ભાષાંતર તેમણે છપાવ્યું છે.
આપણે ઈચ્છીએ કે તેનું વાંચન કરી જયાનદ ચરિત્ર જે ઉદ્દેશથી રચાયું છે, તે ઉદેશ-ધર્મોપદેશ પિતાના જીવનમાં પરિણમાવી સૌ કોઈ કલ્યાણ સાધે. પાલડી, અમદાવાદ સિદ્ધાર્થ સેસાયટી ) - બંગલા નં. ૪. કાતિક એકાદશી
મફતલાલ ઝવેરચંદ ગાંધી - વિ. સં. ૨૦૨૨