________________
www
~
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર સહન કરે છે?” તે સાંભળી શ્રીજયાનંદકુમાર બેલ્યો કે—“અધર્મીના સંગથી ધર્મીને પણ કષ્ટ સહન કરવું પડે છે.” - જુઓ ! લેઢાના સંગથી અગ્નિને પણ ઘણનું તાડન સહન કરવું પડે છે. કુસંગથી મોટાનો મહિમા હાનિ પામે જ છે, કારણકે લસણને સંગ થવાથી કપુરને સુગંધ ક્યાં સુધી ટકી શકે ? ” તે સાંભળી પાપને વિષે પ્રીતિવાળા તે સિંહના એકપુટ ક્રોધથી ફરકવા લાગ્યા અને તે પ્રગટ રીતે બોલ્યા કે –
“હજુ સુધી આપણે વિવાદ આ પ્રમાણે વાતે કરવાથી વધતું જ જાય છે. હું પાપથી શુભ કહું છું અને તું ધર્મથી શુભ કહે છે. આ બાબતમાં નિર્ણય કરનારા પંચનું પણ પ્રમાણ થતું નથી. કેમકે તેમની વાણું અનેક પ્રકારની થાય છે-ભિન્ન ભિન્ન જેવામાં આવે છે. એક ધર્મથી શુભ કહે છે ત્યારે બીજો અધર્મથી કહે છે, પરંતુ હવે આપણું બનેમાંથી આજે દ્રવ્ય આપ્યા વિના જે ભેજન લાવે તેને પક્ષ સાચો ગણવે. અને તે પ્રથમ કરેલી શરત જાણવી.”
આ પ્રમાણે તેનું વચન શ્રી જયાનંદકુમારે અંગીકાર કર્યું. ત્યારે સિંહ હર્ષ પામીને બે કે–“આજ પ્રથમ હું જ આગળ આવતા ગામમાં મારી શક્તિની પરીક્ષા કરવા જાઉં છું. અને તે ભાઈ! તું કંઈક વિલંબ કરીને જમવા માટે ત્યાં આવજે. જે કદાચ મારાથી ભજન સિદ્ધ ન થાય તે પછી તું સિદ્ધ કરજે; અને જે મારાથી આજે ભજન સિદ્ધ થાય તે તું કાલે તારી શક્તિ બતાવજે.” એમ કહી શ્રીજયાનંદકુમારને પાછળ મૂકી સિંહકુમાર ઉતાવળે આગળ ચાલ્યા.
આ રીતે સિંહકુમાર આગળ ચાલતા ભ્રાંતિથી પાપી જીવ નરકમાં પડે તેમ તે એક મોટા અરણ્યમાં પડ્યો, અને ત્યાં પરમાધામી જેવા ભિલ્લેએ અલંકારના લેભથી તેને બાંધી લીધે. અહીં શતફટ નામના પર્વતને સ્વામી ચંડસેન નામને પલ્લી પતિ રહેતું હતું. તે લુટ કરવા માટે નદિશાલ નગર તરફ જવા નીકળ્યું હતું. ભિલેએ સિંહકુમારને તે પલ્લી પતિને સેં. કારણ કે તેઓ તેના જ સૈન્યના અગ્રેસર હતા.
આ વૃત્તાંત વનમાં થતા કોલાહલથી અનુમાન વડે શ્રીજયાનંદકુમારે જાણી લીધે. પછી સિંહ ઉપરના નેહને લીધે તેમજ દયાળુપણાને લીધે તે વીર જલદીથી દે, અને તે ભિલેને મળીને બેલ્યો કે –“રે ભિલે ! મારા ભાઈને લઈને તમે ક્યાં જાઓ છે?”
તે સાંભળી તેને પણ અલંકાર લેવાના લેભથી તે ભિલ્લે પાછા વળ્યા, અને તે પરાક્રમી સુભટે તેની સાથે જલદીથી યુદ્ધ કરવા લાગ્યા. તેમાં તે કુમારે તેમને બાણના