________________
છઠો સગે.. રહેલા આપણને જે માતપિતા જાણશે; તે પાછા તેડાવી લેશે અને તેમ થવાથી આપણી કૌતુક જેવાની ઈચ્છા પૂર્ણ થશે નહિ. કદાચ સુખની વૃદ્ધિમાં નિમગ્ન થવાથી તું નહિ આવે, તે પછી હું એક જ જઈશ, પરંતુ તારા વિયોગથી મને અસહ્ય દુઃખ થશે.”
આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળી શ્રીજયાનંદકુમારે વિચાર્યું કે –“મારી આશાથી જ આવેલા અને હું એકલે કેમ જવા દઉં ?” એમ વિચારી તેણે કહ્યું કે –
હે ભાઈ! આપણે સાથે જ જઈશું.” ત્યારપછી શ્રીજયાનંદકુમારે ગુપ્ત રીતે પ્રયાણની સામગ્રી તૈયાર કરી, અને પોતાના વાસગૃહના દ્વારની શાખા ઉપર આ પ્રમાણે લેક લખે.
વા નારાqg, માgિ gવાત ” ___ वर्षासु कुरूते हंसः, स्वपदे मानसे रतिम् ।' હસ કૌતુકથી વિચિત્ર જળાશયોમાં આઠ માસ સુધી કીડા કરીને પછી વર્ષઋતુમાં પોતાના સ્થાન માનસરોવરને વિષે પ્રીતિ કરે છે.”
આ પ્રમાણે લખી પરિવારને તથા પત્નીને ખબર પડવા દીધા સિવાય રાત્રિને સમયે શ્રીજયાનંદકુમાર સિંહસારકુમારની સાથે શસ્ત્ર સહિત નગર બહાર નીકળી ગયે. અનુક્રમે પુર-ગ્રામ અને આકર વિગેરે સ્થાનમાં ઈચ્છા પ્રમાણે ફરતા મહાપરાક્રમી તે બન્ને ભાઈઓ અનેક આશ્ચર્યો જોવા લાગ્યા. - અહીં પ્રાતઃકાળ થયો ત્યારે મણિમંજરીએ પિતાના પતિને જોયા નહિ, તેથી હૃદયમાં દુઃખી થઈને બુદ્ધિમાન એવી તેણીએ પિતાના પરિવારને પૂછ્યું, ત્યારે તેણે પણ કુમારની શોધ નહિ લાગવાથી તે વાત રાજાને નિવેદન કરી. રાજાએ પણ પિતાના માણસ પાસે પુર-ગ્રામ અને વનાદિકમાં તેની શોધ કરાવી. તે પણ તેની પ્રાપ્તિ ન થવાથી મણિમંજરી શકાતુર થઈ. તેટલામાં પેલે ક જોઈ તેને અર્થ જાણી તે બુદ્ધિશાળીએ રાજાદિકને કહ્યું કે–
“મારા પતિ કૌતુક જોવા માટે દેશાંતરમાં ભ્રમણ કરી વર્ષાઋતુમાં પાછા અહીં આવશે.” આ પ્રમાણે સાંભળી સર્વે ધીરજ રાખી પોતપોતાની સ્થિતિ પ્રમાણેના કાર્યમાં પ્રવર્યા. - અહીં અનુક્રમે ચાલતા સિંહકુમાર અને શ્રીયાનંદકુમાર એક દિવસ કઈ અરણ્યમાં આવી ચડ્યા. ત્યાં સિંહકુમાર બોલ્યો કે–“હે ભાઈ! હું અધર્મે કરીને વનમાં આ દુઃખ સહન કરું છું, પરંતુ તું તે ધર્મમાં તત્પર છે, તે તું શા કારણથી આવા દુઃખને
/w