________________
પંચમ સમ.
સાથે તેજ પ્રમાણે ચિરકાળ સુધી મલ્લયુદ્ધ કર્યું. છેવટે તેને મુષ્ટિવડે હદયમાં પ્રહાર કરી મૂર્શિત કરીને પૃથ્વી પર પાડી દીધું. પછી તેને બેડીના બંધનવડે બાંધી જળ છાંટવાવડે સજજ કરી તેના સૈન્યને અભયદાન આપી પાછા વળી પિતાના નગરમાં આવી રાજાને 'તે શત્રુ છે. પછી કુમારના વચનથી રાજાએ તેની પાસેથી દંડ લઈ તેને મુક્ત કર્યો.
પ્રણામ કરનાર ઉપર દયાળુ અને હિતેચ્છુ પુરૂષોની એવી જ રીત હોય છે.” પછી હું એક બાળકથી જીતા” એમ ધારી વૈરાગ્ય પામી તે સૂર રાજા પિતાના પુત્રને રાજ્યપર સ્થાપન કરી સદ્ગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરી પ્રાંતે મોક્ષસુખ પામે.
શ્રીજયાનંદકુમારે બ્રાતૃસ્નેહના વશથી સિંહકુમારને ઘણુ લક્ષમી આપવા માંડી, તે પણ ઈર્ષ્યા અને અભિમાનને લીધે કાંઈ પણ લીધા વિના તે તેને સેવવા લાગે. આ પ્રમાણે મનુષ્ય પુણ્યના વશથી અતિ ભેગના સ્થાનરૂપ થાય છે, અને શત્રુની જ્યલક્ષમી સહિત કળા અને ગુણવડે શ્રેષ્ઠ ભાગ્યસંપદાને પામે છે.
આ પ્રમાણે શ્રી તપગચ્છના નાયક શ્રી મુનિસુંદર સૂરિએ રચેલા જ્યશ્રીના ચિહ્નવાળા શ્રીજયાનંદરાજર્ષિકેવળીના ચરિત્રને વિષે હંસ અને કાગડાના દષ્ટાંતવડે અને શ્રીમાન આનંદ રાજાના દષ્ટાંતવડે બીજું વ્રત પાળવાનું અને નહિ પાળવાનું ફળ દેખાડવાપૂર્વક શ્રીજયાનંદકુમારને કળાભ્યાસ તથા મણિમંજરી નામની પ્રથમ પત્નીના પાણિગ્રહણના વર્ણનવાળા આ પાંચમે સર્ગ સમાપ્ત.
જ.૧૧