________________
પંચમ સગ. સો પત્રમાંથી જે પત્ર છેદવાનું ગુરૂએ કહ્યું તે જ પત્ર શ્રી જયાનંદકુમારે ખવડે છેવું, તે સિવાય બીજું એવું નહીં, પછી શ્રી જયાનંદકુમારે હાથથી મૂકેલા ચકવડે સાત તાલવૃક્ષો છેદ્યા, અને શક્તિ નામનું શસ્ત્ર મૂકી દૂર પર્વતના શિખર પર રહેલી શીલાને ચૂર્ણ કરી નાંખી.
ત્યારપછી અશ્વયુદ્ધવડે યુદ્ધ કરતા તે મહા પરાક્રમીએ વિવિધ શસ્ત્રોથી એકી વખતે હજારે દ્ધાઓને પરાજય કર્યો. પછી વાયુવેગવાળા અશ્વને ધારાગતિએ ચલાવતા તેણે વટવૃક્ષની શાખા સાથે વળગી રહી બે પગવડે અશ્વને ઉચ ઉપાડ્યો. પછી હસ્તીયુદ્ધવડે માવત વિગેરે વીરેને પાડી નાંખી ક્રીડામાત્રથી જ શ્રી જયાનંદકુમારે સામા હસ્તીઓને પિતાના બે પગ વડે ઉંચા ઉછાળ્યા. તે જોઈ એક સિંહકુમાર વિના બીજા રાજા વગેરે સર્વ જનોએ વિસ્મય અને હર્ષ પામી મસ્તક ઘૂમાવી શ્રી જયાનંદકુમારની વિવિધ પ્રકારે સ્તુતિ કરી. તેના અસાધારણ વીર્ય, કળા અને ગુણે જોઈ આશ્ચર્યથી રાજાએ આ કોણ છે ?” એમ ઉપાધ્યાયને પૂછયું. ત્યારે તેણે કહ્યું કે
આ કઈ પરદેશી શ્રેષ્ઠ ક્ષત્રીય છે, તે તેના ભાઈ સહિત અહીં મારી પાસે અભ્યાસ કરે છે. આથી વધારે હું કાંઈ પણ જાણતો નથી.” તે સાંભળી રાજાએ તેને સર્વ વિદ્યાર્થીઓમાં કળા અને ગુણવડે અસાધારણ જા, તેમજ તેના લક્ષણથી તેને કઈ રાજ્યને લાયક રાજપુત્ર જણાય છે એમ નિશ્ચય કર્યો. પછી વિદ્યાર્થીઓને સત્કાર કરી, તેમને વિવિધ કળાઓ ભણવાની આજ્ઞા કરી તથા કળાચાર્યની પૂજા કરી રાજા પિતાને સ્થાનકે ગયે.
હવે શ્રી જયાનંદ કુમાર તેજ ગુરૂની પાસે અનુક્રમે વિશ્વમાં ઉત્તમ એવી ગીત નાટચાદિકની બહોતેર કળાઓને પણ શીખે. નિપુણતાથી વિદ્યાર્થીઓને ભણાવત, ગુરૂના પ્રયાસને દૂર કરો અને પ્રસન્ન આત્માવાળે તે શ્રી જયાનંદકુમાર સમગ્ર નગરજનોને પણ પ્રસન્ન કરવા લાગ્યો. તેની બુદ્ધિની પરીક્ષા કરવા માટે એક દિવસ રાજાએ નગરમાં ઉલ્લેષણા કરાવી કે– - “જે મારા હસ્તીને તળી આપશે તેને તેની ઇચ્છા પ્રમાણે હું એક દેશ આપીશ.”
આ વાત સાંભળી શ્રી જયાનંદકુમારે રાજાને કહ્યું કે –“હું હસ્તી તાળી આપીશ.” એમ કહી તેણે એક વહાણમાં હાથીને ચઢાવી તે વહાણ સરોવરના જળમાં તરતું મૂક્યું. પછી તે વહાણ જેટલું પાણીમાં ડુબ્યુ, તે ઠેકાણે ચિહ્ન કરી પછી તે વહાણ બહાર કાઢી
bhuli