________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
કળાચાય ને તેમણે જોયા. ત્યાં તે વિધાવિલાસ નામના આચાર્ય રાજપુત્રાદિક પાંચસે વિદ્યાર્થીઓને ધનુર્વિદ્યાર્દિક કળાઓ શીખવતા હતા. તેને સર્વ શાસ્ત્રમાં નિપુણ જાણી શ્રીજયાનંદ કુમાર સિંહકુમાર સહિત પ્રણામ કરી પેાતાના વિવાદવિષયનો ન્યાય પૂછ્યો. ત્યારે કળાચાયે ઉત્તર આપ્યુંા કે—
حف
'
સર્વ શાસ્ત્ર અને સ લેાકેાને એ સંમત જ છે કે આ લોક અને પરલેાકમાં ધર્માંથી જ શુભ અને અધમ થી જ અશુભ થાય છે.” તે સાંભળી શ્રી જયાનંદ કુમાર હુ પામ્યા, અને સિંહકુમાર ગ્લાનિ પામ્યા. પછી તે બન્ને ભાઈ એ તે જ કળાચા ની પાસે કળાનો અભ્યાસ કરવા લાગ્યા. થાડા દિવસમાં જ વિનયાક્રિક ગુણવડે કળાચાય ને તથા વિદ્યાર્થીઓને વશ કરી શ્રી જયાનંદ કુમાર સકળાઓ શીખી ગયા. પછી કળાચાર્યની આજ્ઞાથી શ્રી જયાનંદ કુમાર ખીજા વિદ્યાર્થીઓને ભણાવવા લાગ્યા. એમ થવાથી ભાગ્યશાળી જનોમાં અગ્રેસર એવા તે શ્રી જયાનંદ કુમાર સર્વાંને પ્રિય થઈ પડયો. સિંહકુમાર તેની સાથે સ્પર્ધા કરતા હતા; પરંતુ નિરતર કળાનો અભ્યાસ કરતાં છતાં તે ઘણી થોડી કળા શીખ્યા, કારણ કે વિદ્યા તા ગુણ અને ભાગ્યને અનુસારે જ પ્રાપ્ત થાય છે.
તે વખતે તે વિશાળપુર નગરમાં શત્રુઓને ત્રાસ પમાડનાર વિશાળ જય નામનો રાજા હતા. તે છ છ માસે વિદ્યાર્થીઓની પરીક્ષા લેતા હતા; તેથી એક દિવસ પરીક્ષાનો અવસર પ્રાપ્ત થયા ત્યારે તે રાજા સ્નેહથી પુત્રાદિક વિદ્યાર્થીઓની પરીક્ષા કરવાની ઈચ્છાથી તે ઉદ્યાનમાં આવ્યા. ત્યારે કળાચાર્યે પણ રાજાની પાસે વિદ્યાથી આની ચેાગ્યતા પ્રમાણે ઉભા રાખી એક તાલ વૃક્ષની ટોચ ઉપર મેરનું પીંછ મૂકી સર્વ વિદ્યાથી આને કહ્યુ. કે—
“ હું વિદ્યાથી આ ! તમે શુ શુ જુએ છે ?’” ત્યારે તેઓ ખોલ્યા કે–“ તાલ, પીંછ અને વૃક્ષના સમૂહને અમે જોઈએ છીએ.” તે સાંભળી આચાર્યને ક'ઈક, ખેદ થયા. પછી આચાય ની આજ્ઞાથી તેઓએ તે મયૂરપીંછને વીંધ્યું; પરંતુ તે પીંછના જે તંતુને વીંધવાનુ` કહ્યું હતું, તે ત ંતુને કાઈ પણ ધનુર વીખી શકયેા નહિ' ત્યારપછી આચાર્ય શ્રી જયાનંદકુમારને કહ્યુ કે—“ હે વત્સ ! તું શું શું જુએ છે ?” ત્યારે તે ખેલ્યા કે “ હું તેા એક પીંછને જ જોઉં છું.”
તે સાંભળી ગુરૂ હ` પામ્યા. પછી ગુરૂએ તે પીંછના જેટલામાં તતુ વીધવાની આજ્ઞા આપી, તેટલામાં જ તંતુને શ્રી જયાનંદકુમારે ખાણવડે શીઘ્રપણે વીંધી નાંખ્યા. પછી નહિ મૂકેલા, હાથથી મૂકેલા અને યંત્રથી મૂકેલા એવા વિવિધ શસ્રોવડે કમળનાં પત્રા છેદવા વિગેરે સબધી રાજાએ 'સર્વ વિદ્યાથીઓની પરીક્ષા લીધી. તેમાં કમળના