________________
૫૬
ઉપશમનાકરણ ભાગ-૧ મહાવ્યાધિથી પીડાતા જીવને વ્યાધિ દૂર થવાથી જેવો આનંદ થાય છે તેવો આનંદ સમ્યક્ત્વ પ્રાપ્ત કરતા જીવને થાય છે. કહ્યું છે કે- બાન્દસ્થ થથા પુસશક્ષત્નમે મોયે સર્જન तथैवास्य सम्यक्त्वे सति जायते ।। १ ।। आनन्दो जायते अत्यन्तं तात्त्विकोऽस्य महात्मनः । સચિધ્યાને વયિધિતી સૌષધાત્ | ૨ || (૨૮)
- ત્રિપંજીકરણ तं कालं बीयठिइं, तिहाणुभागेण देसघाइत्थ ।
सम्मत्तं सम्मिस्सं, मिच्छत्तं सव्वघाइओ ।।१९।। અારાર્થ : તે સમયે બીજી સ્થિતિને અનુભાગભેદે ત્રણ પ્રકારની કરે છે. ત્યાં દેશઘાતી રસવાળા જે પ્રદેશો કરે છે તે સમ્યક્ત્વ મોહનીય, તથા સર્વઘાતી રસવાળા પ્રદેશો . તે મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીયતા છે. (૧૯)
વિશેષાર્થ : ત્રિપંજીકરણ : ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિની સાથે જ અર્થાત્ ઉપશમ સમ્યક્ત્વના પ્રથમ સમયે બીજી સ્થિતિમાં રહેલ મિથ્યાત્વમોહનીયતા દલિકના રસભેદે ત્રણ jજ કરે છે, એટલે કે બીજી સ્થિતિમાં રહેલા મિથ્યાત્વ મોહનીયના કેટલાક દલિકોનો રસ ઓછો કરે છે. તેમાંથી જેનો રસ એક ઠાણીયો અને મંદ બે ઠાણીયો રહે છે તે દલિક સમ્યક્ત્વ મોહનીય કહેવાય. તેથી વધુ રસવાળા મધ્યમ બે ઠાણીયા રસવાળા દલિક હોય છે તે મિશ્ર મોહનીય કહેવાય છે. તેની ઉપરના મધ્યમ બે ઠાણીયાથી વધુ રસવાળા જે દલકો રહે છે તે મિથ્યાત્વ મોહનીય તરીકે કહેવાય છે. તેમાં સમ્યક્ત્વ મોહનીયનો ૨સ દેટાઘાતી છે, ઈતર બેનો રસ સર્વઘાત છે.
પ્રશ્ન - સમ્યક્ત્વના પ્રથમ સમયે ત્રણ પુંજ થાય છે એમ શા ઉપરથી માનો છો?
જાબ - સમ્યક્ત્વની પ્રથમાવલિકામાં મિશ્રમોહનીયતા સંક્રમનો નિષેધ કર્યો છે. એ ઉપરથી એમ નક્કી થાય છે કે સમ્યક્ત્વના પ્રથમ સમયે ત્રણ પંજ થાય છે. અહીં મિથ્યાત્વ મોહનીયતા પુદ્ગલો અન્ય પ્રકૃતિરૂપમિશ્ર મોહનીયરૂપે થયા હોવાથી તેને એકાવલિકા સુધી કોઈ કરણ લાગી શકે નહીં, તેથી મિશ્ર મોહનીયનો સમ્યક્ત્વની પ્રથમાવલિકામાં સમ્યક્ત્વ મોહનીયમાં સંક્રમ થઈ શકે નહીં. એમ મંકમકરણામાં કહેલું છે. આમ સમ્યક્ત્વ પ્રાપ્તથી આવલિકા સુધી મિશ્રના સંક્રમનો નિષેધ કર્યો છે, નહીં કેમિથ્યાત્વના ચરમ સમયથી. માટે અંતરકરણના પ્રથમ સમયે ત્રણ પુંજ કરે છે. કર્મપ્રકૃતિ સંકમાધિકારમાં ગા. ૧૦ની ચૂર્ષિનો પાઠ આ પ્રમાણે છે :
"अट्ठावीससंतकम्मियस्स सम्मत्तलंभातो आवलियाए परतो वट्टमाणस्स सम्मत्तं