________________
૨૮૬
ઉપશમનાકરણ ભાગ-૧
છે. જો કે અનુયોગ દ્વાર મૂળ તથા ચૂર્ણિમાં ઉદ્ધાર પલ્યોપમ સંખ્યાતા ક્રોડ વર્ષ પ્રમાણ કે અસંખ્યાતા ક્રોડ વર્ષ પ્રમાણ છે તે વિષે કોઈ ઉલ્લેખ નથી. પરંતુ મલધારી હેમચંદ્રસૂરિજી કૃત ટીકામાં તથા તેના આધારે અન્ય ગ્રંથોમાં જેવા કે સંગ્રહણી ટીકા, ક્ષેત્રસમાસ ટીકા વગેરેમાં ઉદ્ધાર પલ્યોપમના સંખ્યાતા ક્રોડ વર્ષ કહ્યાં છે.
વળી તત્ત્વાર્થ વૃત્તિમાં ઉદ્ધાર પલ્યોપમના અસંખ્યાતા ક્રોડ વર્ષ કહ્યાં છે. હવે આ બન્ને કથનનો યુક્તિપૂર્વક નીચે પ્રમાણે વિચાર કરીએ છીએ.
પંચસંગ્રહ દ્વાર બીજામાં તથા પન્નવણાસૂત્રમાં કહ્યું છે કે અનુત્તરવાસી દેવોનું પ્રમાણ ક્ષેત્રપલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. વર્તમાનકાળે જેટલા દેવતાઓ અનુત્તરમાં છે તેમાં તેત્રીસ સાગરોપમથી પૂર્વે આવેલા એક પણ નથી, કેમકે તેમનું આયુષ્ય ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમ હોવાથી તેત્રીસ સાગરોપમ પૂર્વે આવેલા દેવતાઓ ત્યાંથી ચ્યવી ગયા હોય છે. તેથી વર્તમાનમાં આ ચાલુ સમયની પૂર્વના ૩૩ સાગરોપમ કાળમાં જેટલા દેવતા ઉપજી શકે તેટલી સંખ્યા અનુત્તરવાસી દેવની હોય. તેથી વધુ ન હોઈ શકે. તેવી જ રીતે ક્યારે પણ ૩૩ સાગરોપમના કાળમાં જેટલા દેવો નવા ત્યાં ઉપજી શકે તેથી વધારે સંખ્યા અનુત્તર દેવોની ન હોય.
હવે ૩૩ સાગરોપમમાં કેટલા દેવો અનુત્તરમાં ઉપજી શકે તે વિચારીએ.
અનુત્તર દેવો પર્યાપ્તા ગર્ભજ સંખ્યાતાયુ.વાળા મનુષ્યમાંથી જ ઉપજે છે. અન્ય ગતિમાંથી જીવો અનુત્તરમાં જઈ શકતા નથી. પર્યાપ્તા ગર્ભજ મનુષ્યોની સંખ્યા પણ સંખ્યાતાની જ હોય છે. ઉત્કૃષ્ટથી પણ ૨૯ આંકડાની હોય છે. તેમનું જઘન્ય આયુષ્ય પણ સંખ્યાતાવલિકાનું છે. તેથી તેમાંથી ૧પ્રતિઆવલિકાએ સરેરાશ મૃત્યુનું પ્રમાણ સંખ્યાતાથી વધુ ન આવે.
જવાબ
પ્રશ્ન - પ્રતિસમયે સંખ્યાતા મનુષ્યનું મૃત્યુ ભલે થાય. પરંતુ એક આલિકામાં અસંખ્યસમય હોવાથી એક આવલિકામાં અસંખ્ય મનુષ્યનું મૃત્યુ કેમ ન થાય ? મનુષ્યનું જઘન્યાયુષ્ય પણ ૨૫૬ આવલિકાનું છે. જેથી કોઈપણ મનુષ્યને જન્મ પછી જઘન્યથી ૨૫૬ આવલિકા સુધી મૃત્યુ થતું નથી. તેથી કોઈપણ વિવક્ષિત એક આવલિકામાં અસંખ્ય મનુષ્યના મૃત્યુ તો જ સંભવી શકે, જો ૨૫૬ આવલિકાના આયુષ્યવાળા અસંખ્ય મનુષ્ય હોય તો. પરંતુ એમ સંભવતું નથી. ૧. અથવા સંખ્યાતાવલિકાએ સંખ્યાતાનું મૃત્યુ પ્રમાણ આવે.
-