________________
પરિશિષ્ટ-૫
૨૮૭ જગતમાં ક્યારેય ગર્ભજ મનુષ્ય અસંખ્યાતા હોતા નથી. માટે એક આવલિકામાં - સંખ્યાતા મનુષ્યથી વધુ મનુષ્ય મૃત્યુ પામે નહીં.
અનુત્તરવાસી દેવો મનુષ્યમાંથી જ ઉત્પન થતા હોવાથી એક આવલિકામાં સંખ્યાતથી વધુ અનુત્તરવાસી દેવો ન ઉપજે. તેથી ૩૩ સાગરોપમના કાળમાં ૩૩ સાગરોપમની કુલ આવલિકાના પ્રમાણથી સંખ્યાતગુણથી વધુ અનુત્તરવાસી દેવો ન ઉપજે. તેથી અનુત્તરવાસી દેવોની કુલ સંખ્યા કયારેય ૩૩ સાગરોપમની આવલિકાથી સંખ્યાતગુણથી વધુ ન હોય.
આયુષ્યનું માપ અદ્ધાપલ્યોપમથી ગણાય છે. તેથી અહીં ૩૩ અદ્ધા સાગરોપમની કુલ આવલિકાથી સંખ્યાતગુણથી વધુ અનુત્તરવાસી દેવો ન હોય. અસંખ્ય સમયની આવલિકા હોવાથી ૩૩ અદ્ધા સાગરોપમની કુલ આવલિકા તેના સમયના અસંખ્યાતમા ભાગ જેટલી હોય છે. તેથી અનુત્તરવાસી દેવની સંખ્યા = ૩૩ અદ્ધા સાગરોપમના સમયzસંખ્યાત
આવલિકાના સમય = ૩૩૦ અદ્ધા પલ્યોપમના સમયzસંખ્યાત
આવલિકાના સમય = અદ્ધા પલ્યોપમના સમય
આવલિકાના સમય અનુત્તરવાસી દેવોની સંખ્યા ગ્રંથોમાં ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગની કહી છે. પરંતુ અહીં ભાગાકારનું અસંખ્યાત એવું મોટું લેવું કે જેથી તે અદ્ધા પલ્યોપમના અસંખ્યાતમા ભાગરૂપ આવે.
જો કે આ વિચારણા અનુત્તરવાસી દેવોની કરી છે, પણ તે નવમા દેવલોકથી ઉપર સર્વ દેવલોકમાં લાગુ પડે છે. કેમકે તિર્યંચો આઠમા દેવલોકથી ઉપર જતા નથી. તેથી નવમો દેવલોક તથા તેની ઉપરના દેવલોકોમાં મનુષ્યો જ ઉપજે છે. તેથી ઉપરની ગણતરી નવમો દેવલોક અને તેની ઉપરના સર્વ દેવલોકોને લાગુ પડે છે. માટે નવમા દેવલોકમાં કે તેની ઉપરના કોઈપણ દેવલોકમાં, અથવા તો નવમા દેવલોકથી માંડી ઉપરના સર્વ દેવોની સંખ્યા ભેગી કરીએ તો પણ અદ્ધા પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જ આવે.
આટલી પ્રાસંગિક વિચારણા કરી હવે પ્રસ્તુતમાં આગળ વધીએ.