________________
૨૮૫
પરિશિષ્ટ-૫
સમાન સંખ્યાને બે જુદી જુદી રકમથી ભાગતા નાની રકમથી ભાગતા આવતો જવાબ (ભાગાકાર) મોટો આવે અને મોટી રકમથી ભાગતા આવતો જવાબ નાનો આવે. તેથી પ્રસ્તુતમાં સ્થિતિસ્થાનોની સંખ્યાને પ્રથમ સ્થાનમાં અંગુલના વર્ગમૂળના અર્ધચ્છેદના અસંખ્યાતમા ભાગરૂપ સંખ્યાથી અને બીજા સ્થાનમાં આવલિકાના અસંખ્યાતમા ભાગરૂપ સંખ્યાથી ભાગવાની છે. હવે જો આવલિકાનો અસંખ્યાતમો ભાગ અંગુલના વર્ગમૂળના અર્ધચ્છેદના અસંખ્યાતમાં ભાગથી નાનો ગણીએ તો દ્વિતીયસ્થાન ભાગાકાર (જવાબ) રૂપ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ મોટો આવે. તેથી કષાયોદયસ્થાનોની ગણતરીમાં બે દ્વિગુણવૃદ્ધિસ્થાન વચ્ચે રહેલ સ્થિતિસ્થાનોની સંખ્યા કરતા રસબંધયોગ્ય અધ્યવસાયોની ગણતરીમાં બે દ્વિગુણવૃદ્ધિ સ્થાન વચ્ચે રહેલા સ્થાનોની સંખ્યા મોટી આવે. અર્થાત્ જઘન્ય સ્થિતિસ્થાનથી જે પલ્યો.અસંખ્ય ભાગ પછીના સ્થિતિસ્થાને બમણા કષાયોદયસ્થાન આવે તેના કરતા (અધિક સંખ્યાવાળા) મોટા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પછીના સ્થિતિસ્થાને બમણા રસબંધના અધ્યવસાયો આવે. પણ આ શક્ય કેવી રીતે બને? કેમકે એક જ સ્થિતિસ્થાનના કારણભૂત કષાયોદયસ્થાનોના પ્રત્યેક કષાયોદયસ્થાનમાં અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા રસબંધના અધ્યવસાયો છે. તે પણ ઉત્તરોત્તર વિશેષાધિક છે. તો પછી જ્યારે પલ્યો. અસંખ્ય જેટલા સ્થિતિસ્થાનો પછીના સ્થિતિસ્થાનમાં બમણા કષાયોદયસ્થાન થાય ત્યારે તે જ કષાયોદયસ્થાનના પેટાભાગરૂપ રસબંધના અધ્યવસાય તો સુતરાં બમણાં થઈ જાય (બધે કંઈક અધિક થાય) તેથી રસબંધને યોગ્ય અધ્યવસાયસ્થાનોની ગણતરીમાં બે દ્વિગુણવૃદ્ધિસ્થાન વચ્ચેનું અંતર કષાયોદયસ્થાનની ગણતરીમાં બે દ્વિગુણવૃદ્ધિસ્થાન વચ્ચેના અંતર કરતા મોટું ન આવી શકે. માટે, આવલિકા માં ભાગરૂપ ભાજકથી અંગુલના પ્રથમ વર્ગમૂળનો અર્ધચ્છેદનો
અસંખ્યાત અસંખ્યાતમો ભાગ વધુ ન હોઈ શકે એમ આ વાત પરથી પણ નક્કી થઈ શકે છે. અને આ રીતે આપણી આવેલી શંકાનું નિવારણ થઈ જાય છે.
પરાષ્ટ-૫ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ gિષે કેટલીક વિશેષ વિચારણા - સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ સંખ્યાતા ક્રોડ વર્ષ પ્રમાણ છે એમ કેટલેક સ્થળે કહ્યું