________________
૨૮૪
ઉપશમનાકરણ ભાગ-૧ જઘન્યસ્થિતિસ્થાનના કારણભૂત જે કષાયોદયસ્થાન છે તે પલ્યોપમ જેટલા
અસંખ્યાત સ્થિતિસ્થાન ગયા પછી બમણા થાય છે. એમ યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધી જાણવું. અહીં દ્વિગુણવૃદ્ધિસ્થાનો અંગુલના પ્રથમ વર્ગમૂળના અર્ધચ્છેદના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે.
જઘન્યસ્થિતિસ્થાનમાં કષાયોદયસ્થાનો અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ છે. તેની પછીના સ્થિતિસ્થાનમાં કષાયોદયસ્થાનો વિશેષાધિક છે. યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનમાં પણ કષાયોદયસ્થાનો અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા છે. તે સૌથી વધારે છે.
વળી પાછા પ્રત્યેક કષાયોદયસ્થાનમાં તેના કારણભૂત રસબંધના અધ્યવસાયો અસંખ્ય લોકાકાશ જેટલા છે. તે પણ જઘન્ય સ્થિતિસ્થાનના જઘન્ય કષાયોદયસ્થાનથી ઉત્તરોત્તર કષાયોદયસ્થાનમાં વિશેષાધિક છે. એમ યાવત્ ઉત્કૃષ્ટસ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ કષાયોદયસ્થાન સુધી.
આમાં વળી પાછા જઘન્ય સ્થિતિસ્થાનના સર્વ કષાયોદયસ્થાનના રસબંધયોગ્ય અધ્યવસાયોથી તેની પછીના સ્થિતિસ્થાનમાં વિશેષાધિક અધ્યવસાયો છે એમ ઉત્તરોત્તર વિશેષાધિક કરતા પલ્યો.ના અસંખ્યાતમા ભાગ પછીના સ્થિતિસ્થાનના કુલ રસબંધના અધ્યવસાયો બમણા થાય છે. આમાં પણ દ્વિગુણવૃદ્ધિસ્થાનો કુલ આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા કહ્યાં છે.
હવે પ્રશ્ન એ થાય છે કે સ્થિતિસ્થાનના કારણભૂત કષાયોદયસ્થાન જ્યારે પલ્યો. અસંખ્ય જતા ડબલ થાય અને રસબંધના અધ્યવસાયો પણ પલ્યો. અસંખ્ય જતા બમણા થાય, તો તે બેમાં પલ્યો. અસંખ્ય પ્રમાણનું કયું અંતર મોટું? કેમકે સ્થિતિસ્થાનોની સંખ્યા સરખી જ છે. પહેલામાં દ્વિગુણવૃદ્ધિસ્થાનો અંગુલના પ્રથમ વર્ગમૂળના અર્ધચ્છેદના અસંખ્યાતમે ભાગે છે, બીજામાં આવલિકાના અસંખ્યાતમે ભાગે છે.
જો આવલિકાનો અસંખ્યાતમો ભાગ અંગુલના પ્રથમ વર્ગમૂળના અર્ધચ્છેદના અસંખ્યાતમા ભાગથી નાનો ગણીએ તો દ્વિતીય સ્થાન ગત પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ એટલે કે રસબંધના અધ્યવસાયોની ગણતરીમાં દ્વિગુણવૃદ્ધિસ્થાનો વચ્ચેનું અંતર મોટું થાય અને પ્રથમ સ્થાનગત પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ એટલે કે સ્થિતિસ્થાનના હેતુભૂત કષાયોદયસ્થાનોની ગણતરીમાં બે દ્વિગુણવૃદ્ધિસ્થાનો વચ્ચેનું અંતર જે પલ્યો./ અસંખ્ય ભાગ પ્રમાણ છે તે નાનું થાય. કેમકે સ્થિતિસ્થાનની સંખ્યા બંનેમાં સમાન છે. અને સ્થિતિસ્થાનોની સંખ્યાને દ્વિગુણવૃદ્ધિસ્થાનની સંખ્યાથી ભાગતા બે સ્થાન વચ્ચેનું અંતરું આવે.