________________
પરિશિષ્ટ-૪
ટુંકમાં અંગુલના અર્ધચ્છેદ
=
૨૮૩
સંખ્યાતાધિક રસા ઉદ્ધાર સાગરોપમના સમયથી
ઓછા આવવાના.
૨ા ઉદ્ધાર સાગરોપમના સમય કહો કે સંખ્યાતાવલિકાના સમય કહો, એ એક જ વસ્તુ છે. તેથી સંખ્યાતાધિક ૨૫ ઉદ્ધાર સાગરોપમના સમયપ્રમાણ અર્ધચ્છેદને બદલે સંખ્યાતાવલિકાના સમય પ્રમાણ અર્ધચ્છેદ કહીએ તે સરખું જ છે.
એટલે કે ૧ અંગુલના અર્ધચ્છેદ સંખ્યાતાવલિકાના સમયથી ન્યૂન છે, અથવા તો અસંખ્યાતાવલિકાત્મક અદ્ધાપલ્યોપમ હોવાથી અદ્ધા પલ્યોપમના પણ અસંખ્યાતમા ભાગે
છે.
તેથી અંગુલના વર્ગમૂળના અર્ધચ્છેદ પણ સંખ્યાતાવલિકાના સમયથી અડધા થાય. તેનો અસંખ્યાંતમો ભાગ લઈએ એટલે આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ આવે.
એટલે નક્કી થાય કે અંગુલના વર્ગમૂળના અર્ધચ્છેદનો અસંખ્યાતમો ભાગ આવલિકાના અસંખ્યાતમા ભાગથી ન્યૂન છે.
પ્રશ્ન - આટલી સૂક્ષ્મ વિચારણા કરવાનું પ્રયોજન શું છે ?
૨૧
જવાબ - ૭ કર્મના સ્થિતિસ્થાનોમાં પૂર્વ પૂર્વથી ઉત્તરોત્તર સ્થિતિસ્થાને વિશેષાધિક અધ્યવસાયો કહ્યા છે. આ રીતે વિશેષાધિક થતા પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જઈએ એટલે બમણા અધ્યવસાય થાય. આવા દ્વિગુણવૃદ્ધિના સ્થાનો અંગુલના પ્રથમવર્ગમૂળના કુલ અર્ધચ્છેદના અસંખ્યાતમા ભાગ જેટલા કર્મપ્રકૃતિ સ્થિતિબંધાધિકારમાં કહ્યાં છે. એટલે સહજ રીતે શંકા ઉભી થાય કે ૭૦ કોડાકોડી સ્થિતિસ્થાનોમાં દ્વિગુણવૃદ્ધિસ્થાનો આટલા બધા શી રીતે ઘટી શકે ? કેમકે અંગુલના અસંખ્યાતમા ભાગના પ્રદેશ જ એટલા બધા છે કે તેને ખાલી કરતા અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી થાય. તો પછી ૭૦ કોડાકોડી સ્થિતિસ્થાનોમાં તેને પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી ભાગતા દ્વિગુણવૃદ્ધિસ્થાનો આવે તે આટલા બધા શી રીતે થાય ?
ઉપરોક્ત અંગુલના અર્ધચ્છેદની ગણતરી કરવાથી આ શંકાનું નિવારણ થઈ જાય છે. કેમકે અંગુલના પ્રથમ વર્ગમૂળના અર્ધચ્છેદની સંખ્યા સંખ્યાતાવલિકાથી વધારે નથી આવવાની. તેથી તે અર્ધચ્છેદના અસંખ્યાતમા ભાગરૂપ સંખ્યા આવલિકાના અસંખ્યાતમા ભાગથી વધુ ન આવે. ૭૦ કોડાકોડી સ્થિતિસ્થાનોમાં દ્વિગુણવૃદ્ધિસ્થાનો આવલિકા સુતરાં ઘટી શકે છે.
અસંખ્યાત
બીજી એક શંકાનું પણ આ રીતે ગણતરી કરતા નિવારણ થાય છે. એ આ પ્રમાણે