________________
૨૮૨
ઉપશમનાકરણ ભાગ-૧ એટલે કે Oા રાજ અને ૧ લાખ યોજનને રા ઉદ્ધાર સાગરોપમ વાર અડધા અડધા ભાગ કરીએ ત્યારે ૧ લાખ યોજન આવે. અર્થાત્ Oા રાજ અને ૧પ લાખ યોજનથી ૧ લાખ યોજન સુધી જવા માટે રા ઉદ્ધાર સાગરોપમ જેટલા અર્ધચ્છદ આવે.
હવે ૧ અંગુલ સુધી પહોંચવું હોય તો તેનાથી સંખ્યાના અર્ધચ્છદ વધારે આવે. કેમકે લાખ યોજનના સંખ્યાતા અંગુલ થાય છે અને તેથી તેને સંખ્યાતવાર અર્ધ અર્ધ કરતા ૧ અંગુલ સુધી પહોંચી જવાય.
આ ઉપરથી આપણો આખો પદાર્થ એ નક્કી થાય છે કે Oા રાજ અને ૧૫ લાખ યોજના ૧ અંગુલ સુધીમાં સંખ્યાતાધિક રા ઉદ્ધાર સાગરોપમ જેટલા અર્ધચ્છદ આવે.
અને ૧ રાજ અને ૩ લાખ યોજનાના અધચ્છેદ ૧ વધારે આવે.
એટલે કે ૧ રાજથી ૧ અંગુલ સુધી પહોંચતા સંખ્યાતાધિક રા ઉદ્ધાર સાગરોપમ જેટલા અર્ધચ્છદ આવે. અર્થાત્ ૧ રાજના અડધા અડધા સ્થાનો કરતા સંખ્યાતાધિક રા ઉદ્ધાર સાગરોપમ જેટલા સ્થાન જઈએ એટલે ૧ અંગુલ આવે.
આપણે તો પ્રસ્તૂતમાં એક અંગુલના અર્ધચ્છદ કાઢવા છે. અંગુલમાં પ્રદેશની સંખ્યા ૧ રાજમાં અંગુલની સંખ્યાનો અસંખ્યાતમો ભાગ માત્ર છે. એ પૂર્વે સિદ્ધ કર્યું છે. તેથી ૧ રાજથી ૧ અંગુલ સુધી જવામાં જેટલા અર્ધચ્છદ આવે તેના કરતા ૧ અંગુલથી ૧ પ્રદેશ સુધી જવામાં અઈચ્છેદ ઓછા જ આવે. ૧ અંગુલથી ૧ પ્રદેશ સુધી જતા જેટલા અર્ધચ્છદ આવે છે, તેટલા અંગુલના અધચ્છદ છે. માટે અંગુલના અર્ધચ્છદ પણ સંખ્યાતાધિક રા ઉદ્ધાર સાગરોપમથી ઓછા જ આવશે.
પ્રશ્ન - ૧ રાજમાં અંગુલની સંખ્યા કરતા અંગુલના પ્રદેશની સંખ્યા તો માત્ર અસંખ્યાતમો ભાગ જ છે. તો પછી ૧ રાજથી ૧ અંગુલ સુધી આવતા જેટલા અધચ્છદ થાય તેના કરતા અંગુલથી ૧ પ્રદેશ સુધી આવતા અસંખ્યાતમા ભાગે અર્ધચ્છદ ન કહેતા ઓછા થાય એમ જ કેમ કહ્યું ?
જવાબ - કોઈ એક રકમથી બીજી રકમ અસંખ્યાતગુણ હોય તો તેટલા માત્રથી તેના અર્ધચ્છદ અસંખ્યગુણ જ આવે, એવો નિયમ નથી. જેમકે અંગુલના વર્ગમૂળથી અંગુલ અસંખ્યાતગુણ હોવા છતા અંગુલના વર્ગમૂળના અર્ધચ્છદ કરતા અંગુલમાં અર્ધચ્છદ બમણા જ આવવાના. તેથી અહીં આપણે અંગુલના અર્ધચ્છદ સંખ્યાતાધિક રા ઉદ્ધાર સાગરોપમથી ઓછા હોય તેવો નિર્ણય કર્યો છે. પરંતુ અસંખ્યાતમા ભાગે જ હોય તેવો નિશ્ચય નથી કરી શકતા.)