________________
૨૭૬
ઉપશમનાકરણ ભાગ-૧ અસંખ્યગુણ અસંખ્યગુણ દલિક ઉકેરાય તો એ ખંડ આવલિકાના અસંખ્યાતમાં ભાગના પણ અસંખ્યાતમા ભાગ જેટલા કાળે ઉકેરાઈ જાય. પરંતુ તેમ નથી, કેમકે અપૂર્વકરણમાં હજારો સ્થિતિઘાત કહ્યા છે, અસંખ્યાતા નહી. એ જ સૂચવે છે કે એક સ્થિતિઘાતનો કાળ આવલિકાની સંખ્યાતમો ભાગ છે. તેથી આખો ખંડ ઉખેડતા આવલિકાના સંખ્યાતમા ભાગ જેટલો કાળ લાગે છે. તે તો જ સંભવે જો પ્રથમખંડના ચરમસમયે જે દલિક ઉકર્યું તેના કરતા બીજા ખંડના પ્રથમ સમયે અસંખ્ય ગુણહીન દલિક ઉકેરાય. માટે જ અહીં પૂર્વપૂર્વથી ઉત્તરોત્તર સમયે અસંખ્ય ગુણ દલિક ઉકેરાય છે એવું જે માનવામાં આવ્યું છે તે ક્રમ પ્રત્યેક સ્થિતિખંડ પૂરતો જ સ્વતંત્ર હોય તેવું લાગે છે. તત્ત્વ બહુશ્રુતો જાણે.
પરિશિષ્ટ-૩ છાપલ્યોપમ અને ઉઢારપત્રોમાં વિરોષ સ્વરૂપ પ્રશ્ન - અદ્ધાપલ્યોપમના સમય કયા અસંખ્યાત છે ?
જવાબ - ઉદ્ધાર પલ્યોપમનું પ્રમાણ સંખ્યાતા ક્રોડ વર્ષનું કહ્યું છે. બાદર ઉદ્ધાર પલ્યોપમમાં ૧ યોજનાનો લાંબો, પહોળો અને ઉંડો વૃત્ત આકારનો કુવો ૧ અંગુલ વાળના ૨૦, ૯૭, ૧૧૨ ટુકડા કરી તે વાળના ટુકડાઓથી ખીચોખીચ રીતે ભરેલો છે. પ્રતિસમય તેમાંથી એક ટુકડો કાઢવામાં આવે છે. આમ કરતા કુવો ખાલી થાય છે ત્યારે બાદર ઉદ્ધાર પલ્યોપમ થાય છે. તે જ વાળના દરેક ખંડના વળી પાછા અસંખ્ય-અસંખ્ય ટુકડા કરીને ભરેલા કુવામાંથી પ્રતિસમયે એક એક ખંડ કાઢતા કુવો ખાલી થાય ત્યારે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ થાય. હવે તે જ કુવામાંથી પ્રતિસમયને બદલે પ્રતિશતવર્ષે એક એક ખંડ કાઢતા કુવો ખાલી થતા જે કાળ લાગે તે સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ આવે. આથી એ નક્કી થયું કે ઉદ્ધાર પલ્યોપમના કાળ કરતા અસંખ્યગુણો કાળ અદ્ધાપલ્યોપમમાં આવે. અહીં ગુણક રકમ અસંખ્ય એ સો વર્ષના સમય પ્રમાણ જાણવી. એટલે કે ઉદ્ધારપલ્યોપમ * ૧૦૦ વર્ષના સમય = અદ્ધા પલ્યોપમ. ઉદ્ધારપલ્યોપમનું પ્રમાણ સંખ્યાતા ક્રોડ વર્ષનું કહ્યું છે. તેથી સંખ્યાતા ક્રોડ વર્ષના સમય જેટલા થાય તેટલા ઉદ્ધાર પલ્યોપમના સમય આવે. તેને ૧૦૦ વર્ષના સમયની સંખ્યારૂપ અસંખ્યાતથી ગુણતા આવે તે અદ્ધા પલ્યોપમના સમયની સંખ્યા જાણવી.