________________
૨૭૫
પરિશિષ્ટ-૨ દલનું પ્રમાણ આવે. તેને બમણું કરી બીજા ખંડની પ્રથમ દ્વિગુણહાનિનું દલ ન્યૂન કરીએ એટલે કુલ બીજા ખંડનું દલિક આવે.
તેથી બીજા ખંડનું કુલ દલિક (કંઈક અધિક પ્રથમખંડના દલિક)ને બીજાખંડની દ્વિગુણહાનિ જેટલી વાર બમણુ કરી અને તેમાંથી બીજા ખંડની પ્રથમ દ્વિગુણહાનિનું દલિક બાદ કરીએ એટલું આવે.
અહીં દ્વિગુણહાનિની સંખ્યા આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલી છે. તેથી કંઈક અધિક પ્રથમ ખંડના કુલ દલિકને આવલિકાના અસંખ્યાતમા ભાગ વાર બમણુ કરીએ તેટલું દલિક બીજા ખંડમાં આવે. (અહીં આવલિકાનો અસંખ્યાતમો ભાગ દ્વિગુણહાનિની સંખ્યાના આવલિકાના અસંખ્યાતમા ભાગ કરતા એક ન્યૂન લેવો.)
અહીં કંઈક અધિક એ બમણાથી ન્યૂન છે. તેથી પ્રથમખંડના દલિકને આવલિકાના અસંખ્યાતમા ભાગ વાર બમણું કરીએ તેથી કંઈક ન્યૂન જેટલા બીજા ખંડમાં દલિક આવે. (અહીં આવલિકાનો અસંખ્યાતમો ભાગ પૂર્વના આવલિકાના અસંખ્યાતમા ભાગ કરતા ૧ અધિક લેવો. એટલે અહીંનો આવલિકાનો અસંખ્યાતમો ભાગ દ્વિગુણહાનિની સંખ્યાના આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલો જ આવશે.) આમ દ્વિતીયખંડના દલિન=પ્રથમખંડના દલિકx ૨ ૪ આવલિકા થી ન્યૂન આવે.
અસંખ્યાત પ્રથમ ખંડના દલિકને આવલિકાના સંખ્યામા ભાગ જેટલી વાર અસંખ્યગુણ કરતા જે આવે તેટલું દલિક બીજા ખંડમાં હોય તો જ પ્રથમ ખંડના ચરમસમયે ઉત્કીર્યમાણ દલિકથી બીજા ખંડના પ્રથમ સમયે ઉત્કીર્યમાણ દલિક અસંખ્યગુણ આવે. પણ ઉપરની ગણતરીથી બીજાખંડમાં તેટલા દલિકો પ્રાપ્ત થઈ શકતા નથી. તેથી પ્રથમખંડના ચરમસમયે ઉત્કીર્યમાણ દલિકથી, બીજાખંડના પ્રથમસમયે ઉત્કીર્યમાણ દલિક અસંખ્યગુણ નહી મનાય, પરંતુ અસંખ્યગુણહીન માનવું.
પ્રથમખંડના દલિકનો મોટો ભાગ (અસંખ્યાતા બહુભાગ જેટલો) તો ચરમસમયે ઉકેરાઈ ગયો છે. તેથી જો પ્રથમખંડના ચરમસમયે જેટલા દલિક ઉકેર્યા તેથી બમણા દલિક બીજાખંડના પ્રથમ સમયે ઉકેરાય અને ત્યાર પછી પછીના સમયે પણ બમણા બમણા દલિક માત્ર ઉકેરાય તો પણ આખો ખંડ આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા કાળે ક્ષય થઈ જાય, તો પછી જો પ્રથમખંડના ચરમસમયે જે દલિક ઉકેરાયા, તેથી અસંખ્યગુણ દલિક બીજા ખંડના પ્રથમ સમયે ઉકેરાય અને ઉત્તરોત્તર સમયે