________________
પરિશિષ્ટ-૨
ગુણશ્રેણિ વિવરણ
અપૂર્વકરણના પ્રથમસમયથી જ ઉત્તરોત્તર સમયે સ્થિતિખંડમાંથી ઉત્કીર્યમાણ દલિક અસંખ્યગુણ અસંખ્યગુણ કહ્યું છે. તે ક્રમ પ્રત્યેક સ્થિતિખંડ પૂરતો સ્વતંત્ર હોય એમ લાગે છે. એટલે કે એક સ્થિતિખંડ ઘાત કરે ત્યારે તેના પૂર્વપૂર્વથી ઉત્તરોત્તર સમયે અસંખ્યગુણ અસંખ્યગુણ દલિક તે ખંડમાંથી ઉકેરે યાવત્ તે સ્થિતિખંડ ઉણિાદ્ધાના ચરમસમય સુધી. ત્યાર પછી બીજો ખંડ ઉણિ કરે ત્યારે તેના પ્રથમ સમયે પ્રથમખંડઉરિણાદ્ધાના ચરમ સમયે જે દલિક ઉકેર્યું તેનાથી અસંખ્યગુણ દલિક નહી ઉકેરે, પરંતુ અસંખ્યગુણહીન ઉકેરશે. ત્યારપછી તે જ ખંડની ઉણિાદ્ધાના ચરમસમય સુધી અસંખ્યગુણ અસંખ્યગુણ દલિક ઉકેરશે. ત્યારપછી ત્રીજા ખંડના પ્રથમ સમયે પાછું અસંખ્યગુણહીન, અને ઉત્તરોત્તર સમયે અસંખ્યગુણ અસંખ્યગુણ યાવત્ ચરમસમય સુધી, આમ દરેક સ્થિતિઘાતમાં માનવું પડશે.
આ પ્રમાણે માનવાનું પ્રયોજન એ છે કે પ્રથમખંડ જ્યારે ઉકેરાય છે ત્યારે એના અસંખ્યાતા બહુભાગ ચરમસમયે જ ઉકેરાય છે. શેષ સમયોમાં તો અસંખ્યાતમો ભાગ માત્ર ઉકેરાય છે. હવે તેથી પણ જો અસંખ્યગુણદલિક બીજા, ખંડના પ્રથમ સમયે બીજા ખંડમાંથી ઉકેરાય એમ માનીએ તો બીજા ખંડના ઉત્કિરણ વખતે તેના પ્રથમ સમયે પ્રથમખંડના કુલ દલિકથી વધુ દલિક ઉકેરાય. (લગભગ અસંખ્યગુણ જેટલુ) ત્યારપછીના સમયે અસંખ્યગુણ અસંખ્યગુણ દલિક ઉકેરાય. ખંડઉણિાદ્ધા આવલિકાનો સંખ્યાતમો ભાગ છે. એટલે આવલિકાના સંખ્યાતમા ભાગ જેટલી વાર પ્રથમખંડના દલિકને અસંખ્યગુણ અસંખ્યગુણ કરીએ તેટલું દલિક આખા બીજા સ્થિતિઘાતમાં ઉકેરાય. ત્યાં પ્રશ્ન થાય કે બીજા સ્થિતિખંડમાં દલિક પ્રથમસ્થિતિખંડને અસંખ્યગુણથી આવલિકાના સંખ્યાતમા ભાગ જેટલી વાર ગુણીએ એટલું છે કે કેમ ? પ્રથમસ્થિતિખંડ× અસંખ્ય × આવલિકા આટલુ દલિક જો બીજા સ્થિતિખંડમાં હોય
સંખ્યાત
તો પ્રથમ સ્થિતિખંડના ચરમસમયે જેટલું દલિક ઉકેરાય છે તેના કરતા બીજા સ્થિતિખંડના પ્રથમસમયે અસંખ્યગુણ દલિક ઉકેરાય છે, એમ માનવામાં વાંધો ન આવે.