________________
૨૭૧
પરિશિષ્ટ-૧
એ દલિકમાંથી રસ હણાતો ન હોય તો અન્ય અઘાત્યમાન સ્થિતિઓમાં રહેલા દલિકોમાંથી . રસ હણાયો હોવા છતાં રસઘાત કે વ્યાઘાતભાવિની અપવર્તના કહી શકાશે નહીં, કેમકે ઘાયમાન ખંડમાંથી નીચે આવેલા દલિકોમાં અધિક રસ એવો જ અક્ષત છે.
રસઘાતનું વિશેષ સ્વરૂપ - એક રસઘાતનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. તે સ્થિતિઘાતના કાળથી સંખ્યાતમો ભાગ માત્ર છે. નવો રસઘાત અને સ્થિતિઘાત સાથે શરૂ થાય છે. એટલે રસખંડ ઉક્રિણાદ્ધાના પ્રથમ સમયે ઘાયમાન જે સ્થિતિખંડ છે, તેમાંના દરેક સ્થિતિસ્થાનોના અમુક દલિકોમાં અનંતગુણહીન રસ કરે છે. બીજા સમયે વળી બીજા અમુક દલિકોમાં અનંતગુણહીન રસ કરે છે. એમ યાવત્ રસખંડ ઉક્રિણાદ્ધાના કિચરમ સમય સુધી. ચરમ સમયે બાકીના તે ખંડના સર્વ દલિકોમાં અનંતગુણહીન રસ કરે. એટલે રસખંડઉરિણાદ્ધા પૂર્ણ થાય. આમ એક રસખંડઉરિણાદ્ધા દરમિયાન ઘાયમાન તે સ્થિતિખંડના સર્વદલિકોનો એકવાર અનંતગુણહીન રસ થઈ જાય. ત્યાર પછી બીજા રસખંડની ઉક્રિણાદ્ધા દરમિયાન બીજી વાર સ્થિતિખંડગત સર્વદલિકોનો બીજીવાર અનંતગુણહીન રસ થઈ જાય. એમ થાવત્ એક સ્થિતિખંડ દરમિયાન હજારો વાર તે સ્થિતિખંડના દલિકોમાં અનંતગુણહીન રસ થાય. અહીંથી ઉત્તરોત્તર રસઘાત સ્થિતિખંડના બાકી રહેલા દલિકોમાં પ્રવર્તે છે. એટલે અહીં ધ્યાનમાં રાખવાનું છે કે જે દલિકોમાં રસઘાત થઈ ગયો છે તેવા દલિકો સ્થિતિખંડમાંથી નીચે ઉતરે છે, પરંતુ જે સમયે જે દલિકોમાં રસઘાત થયો છે તેવા સર્વ દલિકો નીચે નથી ઉતરતા, કેમકે તેમ માનતા એક જ રસઘાતના કાળ દરમિયાન આખો સ્થિતિખંડ ખાલી થઈ જાય અને સ્થિતિઘાત અને રસઘાતનો કાળ સરખો થઈ • જાય. પરંતુ તેમ નથી. એક સ્થિતિઘાત દરમિયાન હજારો રસઘાત થઈ જાય છે.