________________
૨૭૦
ઉપશમનાકરણ ભાગ-૧ જવાબ - એક જ સ્થિતિસ્થાનના અસંખ્યલોકાકાશના પ્રદેશપ્રમાણ અધ્યવસાયો છે. તે ષસ્થાનકના ક્રમપૂર્વક હોવાથી તેમાં અસંખ્યાતા અનંતગુણવિશુદ્ધિના સ્થાન આવે છે. આમ સ્થિતિબંધના પ્રથમ સમયે જે અધ્યવસાય છે ત્યાર પછી તે સ્થિતિસ્થાનના કુલ અધ્યવસાયના અસંખ્યાતમા ભાગરૂપ અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા અધ્યવસાયો ઓળંગી ત્યારપછીનો અધ્યવસાય બીજા સમયે આવે, વળી ત્યાર પછી પાછા તે સ્થિતિસ્થાનના કુલ અધ્યવસાયના અસંખ્યાતમા ભાગરૂપ અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયો ઓળંગીએ એટલે ત્રીજા સમયનો અધ્યવસાય આવે. એમ એક જ સ્થિતિસ્થાનને યોગ્ય જે અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા અધ્યવસાયો છે તે અસંખ્ય સમય સુધી ચાલી શકે અને તેથી જ અંતર્મુહૂર્ત સુધી પ્રતિસમય અનંતગુણ વિશુદ્ધિ વધતી હોવા છતા તેનો તે જ સ્થિતિબંધ ચાલુ રહે. પ્રથમસ્થિતિબંધના ચરમસમય પછી પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનને યોગ્ય જે અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયો છે, તેટલા અધ્યવસાયો ઓળંગી ત્યારપછીનો અધ્યવસાય આવે. તેથી નવો સ્થિતિબંધ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યૂન થાય. પાછો ત્યારપછી પૂર્વના સ્થિતિબંધના દ્વિતીયાદિક સમયની જેમ અહીં પણ બીજા સમયે સ્થિતિબંધ તે સ્થાનના અધ્યવસાયોનો અસંખ્યાતમો ભાગ ઓળંગી પછીનો અધ્યવસાય આવે, તૃતીય સમયે પણ તેવી જ રીતે અધ્યવસાયો ઓળંગી પછીનો અધ્યવસાય આવે એમ આ સ્થિતિસ્થાનના ચરમસમય પયંત સમજવું.
આવી રીતે દરેક સ્થિતિબંધમાં સમજી લેવું.
પ્રશ્ન- રસઘાત દ્વારા જે રસસ્પર્ધકોના અનંતા બહુભાગનો ઘાત કરે છે અને શેષ એક અનંતમો ભાગ રાખે છે તે સર્વસ્થિતિમાં કે ઉપરના સ્થિતિઘાતના કંડકમાં ?
જવાબ - ઉકત લક્ષણવાળો રસઘાત ઉદયાવલિકાને છોડીને શેષ સર્વસ્થિતિઓમાં થાય છે એવું માનવું જોઈએ. કારણ કે નહીંતર જે સ્થિતિખંડનો ઘાત થાય છે એના દલિકોમાં રસઘાત થતો હોવા છતા નીચેની અઘાત્યમાન સ્થિતિઓમાં તો એવો રસઘાત ન થવાથી એ અનંતબહુભાગ રસ સત્તામાં રહેશે જ અને તો પછી આ રસઅપવર્તનાને વ્યાઘાતભાવિની નહીં કહી શકાય. તથા રસઘાત થવા છતા સત્તામાં અધિકરસ રહેવાની આપત્તિ પણ આવશે.
પ્રશ્ન - જે સ્થિતિ કંડકનો ઘાત થાય છે, તેના દલિકમાં રસઘાત ન માનીએ તો કોઈ વાંધો આવે ખરો ?
જવાબ - હા, વાંધો આવે. ઘાયમાનખંડનું દલિક નીચે આવતું હોય છે. એટલે જો