________________
પરિશિષ્ટ-૧ ઉપશમનાકરણમાં સમ્યક્ત્વોત્યાદામાં
સ્થિતિબંધની વિચારણા પ્રશ્ન - અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત નવો સ્થિતિબંધ થાય છે અને તે પૂર્વના સ્થિતિબંધથી પલ્યો.ના સંખ્યાતમા ભાગ જેટલો ન્યૂન થાય છે. એનો અર્થ શું ? અહીં બે વિકલ્પ છે - (૧) સ્થિતિબંધ સમયે સમયે થોડો થોડો ઘટતો જાય અને અંતર્મુહૂર્વે કુલ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ઓછો થઈ જાય તેવું બને છે (૨) જે નવો સ્થિતિબંધ ચાલુ થાય છે તે અંતર્મુહૂર્ત સુધી તેટલો ચાલુ રહે છે અને ત્યારપછી એક સાથે જ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યૂન થાય. આ બેમાંથી કયો વિકલ્પ લેવો ?
જવાબ - અહીં પ્રથમ વિકલ્પ અમને ઈષ્ટ નથી, કેમકે જેમ સ્થિતિઘાતમાં જે ખંડનો ઘાત કરે છે તેમાંથી અમુક અમુક સ્થિતિનો પ્રતિસમય ઘાત નથી થતો પણ આખા ખંડમાંથી પ્રતિસમય દલિકો ઓછા કરે છે અને આખાખંડનો છેલ્લા સમયે ઘાત થાય છે.તેવી રીતે અહીં પણ જે સમયે નવો સ્થિતિબંધ શરૂ કરે છે ત્યાંથી અંતર્મુહૂર્ત સુધી (સ્થિતિબંધાદ્ધા) સુધી તેટલો જ સ્થિતિબંધ ચાલુ રહે છે. ત્યાર પછીના સમયે પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યૂન નવો સ્થિતિબંધ થાય છે. એમ માનવું જ વધારે ઈષ્ટ છે.
આનું બીજું કારણ એ છે કે મહાબંધમાં જઘન્ય સ્થિતિબંધનો કાળ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત કહ્યો છે, ૧ સમયનો નહી. એ પરથી સૂચિત થાય છે કે જઘન્ય સ્થિતિબંધ જે સમયે થયો તે સમયથી અંતર્મુહૂર્ત સુધી તેટલો જ ચાલુ રહે છે. જઘન્ય સ્થિતિબંધ પણ ઉપરના ગુણસ્થાનકે શ્રેણિમાં થાય છે. ત્યાં પણ કરણગત (વર્ધમાન) વિશુદ્ધિ છે. એટલે કરણગત વિશુદ્ધિમાં અંતર્મુહૂર્ત સુધી સમાન સ્થિતિબંધ રહેવામાં કોઈ વિરોધ નથી.
વળી લબ્ધિસાર ગા. ૩૯ ની ટીકામાં પણ કહ્યું છે કે – “અધ:પ્રવૃત્તUત્તેિ प्रथमसमयादारभ्यान्तर्मुहूर्तपर्यन्तं प्राक्तनस्थितिबंधात्पल्यसंख्यातैकभागन्यूनां स्थितिं बध्नाति। તત: પરમન્તર્મુહૂર્તપર્યત પુનરપિ પન્યાસંસ્થલૈવામાન્યૂન સ્થિતિં વળાતિ” આ પરથી પણ સિદ્ધ થાય છે કે અંતર્મુહૂર્તપર્વત સમાન સ્થિતિબંધ રહે અને ત્યાર પછી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યૂન થાય.
પ્રશ્ન- પ્રતિસમય અનંતગુણ વિશુદ્ધિમાં જીવ વધે છે તો પછી સ્થિતિબંધ પ્રતિસમય ન્યૂન કેમ ન થાય, અંતર્મુહૂર્ત સુધી એક સરખો જ સ્થિતિબંધ કેમ રહે ?