________________
૨૬૮
ઉપશમનાકરણ ભાગ-૧
પ્રસ્તુત ગ્રંથના પદાર્થસંગ્રહકાર, વર્તમાન ગચ્છાધિપતિ, ચારસોથી આંધક મુનિઓના આંધપd, ગીતાર્થશરોમણી, તપાગચ્છાલંકાર, આચાર્યદેવ શ્રીમવિજયજયઘોષસૂરિ મહારાજ સંઘના કુશળને કરનારા થાવ.
તાર્કિક શિરોમણી, વાત્સલ્યનીધિ, સૂક્ષ્મ પ્રજ્ઞાધારી, પ્રસ્તુત ગ્રંથના પદાર્થસંગ્રહકાર, સ્વ. આચાર્યદેવ શ્રીમવિજયધર્મજનુસૂરિ મહારાજ સુરલોકમાંથી અમીદષ્ટિ કરો.
પૂજ્યપાદ, સિદ્ધાંતમહોદધિ, પરમગુરુદેવ પ્રેમસૂરિશ્વરજી મ. પાસેથી કર્મગ્રંથ, કર્મપ્રકૃતિ વગેરે ગ્રંથોની વાચના ગ્રહણ કરી તથા તેમની જ કૃપાથી કર્મહત્યવિષયક અનેક ગ્રંથોની અવગાહના કરી તેઓના જ વાત્સલ્યમય સૂચનથી તેમજ પૂજ્યપાદ, પ્રગુરુદેવ, વ્યાયવશારદ, આચાર્યદેવ શ્રીમવિજયભુવનભાનુસૂરિ મ.ના તથા પૂજ્યપાદ પંન્યાસ પ્રવર ગુરુદેવ શ્રી પ્રવિજયજી ગણિવરના અંતરના શુભ આશીર્વાદથી ઉપરોકત બંને મહાપુરુષોની સાથે કરેલા પદાર્થસંગ્રહના આધારે કર્મપ્રકૃતિના આ “ઉપામનાકરણ વિસ્તૃત ગુજરાતી વિવેચક, ભાગ-૧" નામના અત્યંત ગુઢરહસ્યવાળા સૂક્ષ્મમતગ્રાહ્ય ગ્રંથો લખવા હું પંચાસજી પાવજયજી ગણિવરનો શિષ્ય મુનિ હેમચંદ્રવજા (હાલ આ. હેમચંદ્રસૂરિ), સમર્થ થયો છું. લગભગ સં. ૨૦૧૫ કે ૨૦૧૬ ના ચાતુર્માસમાં આ વિવેચન પૂર્ણ કર્યું છે.
શુતરસિક જીવો આનો આદર કરી આના અભ્યાસ દ્વારા શુકુલધ્યાનના આંશિક સ્વાદને અનુભવી અશુભ કર્મોના અનુબંધોને તોડી વિપુલ કર્મીનર્જરા કરી શુભાનુબંધોને મજબૂત કરી શકશેણી આરોહણ કરી શીધ્ર કેવલજ્ઞાનને પામી અનંત શાશ્વત સુખના ભોકતા બને એ જ શુભાભિલાષા.
ઇવસ્થપણાના કારણે આ વિવેચનમાં પ્રમાદ કે અનાભોગથી કંઈ પણ અશુદ્ધિ આવી ગઈ હોય તો તે બદલ ક્ષમા યાચું છે. ગીતાર્થ પુંગવોને એની શુદ્ધિ કરવા વિનંતી કરું છું. આ વિવેચનથી જે પુણ્ય મળ્યું હોય તેમાંથી જિનશાસનની પાંચમા આરાના આ દુષમકાળમાં રક્ષા થાય... એમ ઈચ્છું છું.
ઉપશમનાકરણ વિસ્તૃત ગુજરાતી વિવેચન ભાગ-૧
સમાપ્ત