________________
૨૬૬
ઉપશમનાકરણ ભાગ-૧ કાળમાં તે ૩ ઠાણીયો - ૪ ઠાણીયો રસ કયા કરણથી વિષ્ટ થઈને રહે છે ?" આ પ્રશ્નનો જવાબ આ પ્રમાણે છે - “બંધનકરણથી જેને પોતાનું સ્વરૂપ મળ્યું છે એવો ૩ ઠાણીયો ૪ ઠાણીયો ૨સ ઉદયકાળ સુધી એમ જ રહે. ઉદયકાળ થયા પછી ઉદયઉદીરણા વડે એ રસની નિર્જરા જ થાય, બીજા કોઈ કરણનો વિષય એ રસ બનતો નથી."
જઘન્ય અનુભાગ દેશોપશમનાના સ્વામી જઘન્ય અનુભાગ સંક્રમના સ્વામીની જેમ જાણવા. ફરક એટલો કે જઘન્ય અનુભાગદેશોપશમનાના સ્વામી અભવ્યપ્રાયોગ્ય જઘન્ય રસસત્તાવાળા એકેન્દ્રિય જીવો હોય. જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય ૪, સંજ્વલલ ૪, નોકષાય ૧, અંતરાય ૫ - આ ૨ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગસંક્રમ પોતપોતાના અંતે કહ્યો હતો, પરંતુ અહીં જઘન્ય અનુભાગદેશોપશમના અભવ્યપ્રાયોગ્ય જઘવ્યરસસત્તાવાળા એકેન્દ્રિયને જ જાણવી. શેષ કર્મોનો જઘન્ય અનુભાગસંક્રમ અભવ્યપ્રાયોગ્ય જઘવ્યરસસત્તાવાળા એકેન્દ્રિયને થતો હતો, માટે અહીં જઘન્ય અનુભાગદેશોપશમના પણ એને જ જાણવી.
હવે પ્રદેશદેશોપશમના કહે છે -
ઉત્કૃષ્ટ પ્રદેશ દેશો પામવાના સ્વામી ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામીની જેમ જાણવા, પરંતુ તે અપૂર્વકરણના ચરમસમય સુધી જ જાણવા. જે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી અપૂર્વકરણથી ઉપર મળતા હોય તેમની ઉત્કૃષ્ટ પ્રદેશદેશો પામવાના સ્વામી અપૂર્વકરણના ચરમસમયad જીવો જાણવા.
એ જ પ્રમાણે જઘન્ય પ્રદેશદેશોપશમનાના સ્વામિ જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામિની સમાઈ જાણવા.
આમ કરણકૃત દેશોપશમના અંધકાર પૂર્ણ થયો. (૧)