________________
ચારિત્રમોહનીયની ઉપશમના
૨૩૫ વિસ્તારથી કહ્યો છે તે પ્રમાણે જાણવો. "માનના ઉદયના પ્રથમસમયથી નવે કષાયની ગલતાવશેષ ગુણશ્રેણિ થાય છે અને તેનો નિક્ષેપ શેષકર્મોની ગુણણિની તુલ્ય થાય છે. તથા ક્રોધના ઉદયે ણ માંડનાર અવરોહકને ક્રોધ અને માનનો જેટલો કાળ છે તેટલો માનના ઉદયે ણ માંડનાર અવરોહકને માનના ઉદયનો કાળ છે. ક્રોધના ઉદયે શ્રેણ માંડનાર અવરોહકનો માનવેદકાદ્ધા જેટલો કાળ તેમાંથી આંતક્રાંત થાય છે ત્યારે ત્રણે ક્રોધ અનુશાંત થાય છે. તેથી બીજી સ્થિતિમાંથી ત્રણે ક્રોધના દલિકો ખેંચી તેની ઉદયાવલિકા ઉપર ગલતાવશેષ શેષ કર્મોના જેવી ગુણણ કરે છે. એટલે ટુંકમાં માનના ઉદય વખતે નવ કષાયોની ગલતાવશેષ શેષકર્મો જેવી ગુણણ થાય છે. માનવેદકાદ્ધાનો ક્રોધોદયાવરોહકને માતવેદકાઢા જેટલો કાળ પસાર થાય ત્યારે ક્રોધત્રકની ગુણણનો પ્રારંભ થાય છે અને બારે કષાયોની ગુણણ ત્યારથી થાય છે. ત્યારપછીની પ્રક્રિયા ક્રોધોદયથી શ્રેણ માંડનારની માફક છેક સુધી જાણવી.
આમ ટુંકમાં, યથાપ્રવૃત્તકરણથી પુરુષવેદની ઉપશમના સુધી - તે જ પ્રમાણે. પ્રથમસમયઅર્વેદકપણાથી ક્રોધ ત્રણ ઉપશાંત થાય ત્યાં સુધી - ફેર છે.
તે પણ એટલો જ કે ત્યાં ક્રોધને વેદતો હતો, અહીં માતને વદે છે. બાકી બધી પ્રક્રિયા પૂર્વપ્રમાણે જ છે.
માન ઉપશમાવવાના કાળમાં ફેર નથી. માયા ઉપશમાવવાના કાળમાં ફેર નથી. ' લોભ ઉપશમાવવાના કાળમાં ફેર નથી. તથા ઉપશાંતાદ્ધામાં ફેર નથી. પડતા. સુક્ષ્મ લોભને વેદતા ફેર નથી. બાદર લોભને વેદતા ફેર નથી. માયાને વેદતા ફેર નથી.
૧. લબ્ધિસારમાં કહ્યું છે કે અંતરપૂરણ પણ માનના ઉદયના પ્રથમસમયે થાય છે, કેમકે જે કષાયના ઉદયથી શ્રેણિ માંડી હોય પડતા તે કષાયનો ઉદય થાય ત્યારે અંતર પૂરે છે.
યસ્થ વષાયોન શ્રેનમાં પતિતઃ તસ્મિન્ પાડવડન્તરમાપૂરતિ ” - લબ્ધિસાર ગા. ૩૬૦ની ટીકા.
૧૮