________________
૨૧૨
ઉપશમનાકરણ ભાગ-૧ હોય છે. અને તેને પ્રથમ સમયે જ સર્વકરણો પ્રગટ થાય છે. એટલે કે ઉપશાંત થયેલ મોહનીયની પ્રવૃતિઓનું ઉપશાંતપણું (કરણને અયોગ્યપણું) નષ્ટ થાય છે. અને સર્વકરણો તેમાં પ્રવર્તે છે. તથા અંતર પૂરે છે એટલે કે ચારિત્રમોહનીયની પ્રકૃતિઓનું જે આંતર વચ્ચે હતું તેમાં કર્મલિકો ગોઠવી દે છે. તેથી આંતરુ પૂરાઈ જાય છે. તથા
વરતિસમ્યગ્દષ્ટિપણાના પ્રથમ સમયે જે પ્રકૃતિઓનો ઉદય હોય છે. તેના દલિક ખેંચી લાવી (ઉદીરણાકરણથી) ઉદયસમયથી ગોઠવે છે, અને જે પ્રકૃતિઓનો ઉદય નથી હોતો તેના દલિકોને (અપવર્તનાકરણથી) ઉદયાવલિકા ઉપર વિશેષહીના ક્રમે ગોઠવે છે. આ રીતે ગોઠવતા અંતર પૂરાઈ જાય છે.
(૨) અઢાકારથી પ્રતિપાત- ઉપશાંતાદ્ધામાં જેનું આયુષ્ય પૂર્ણ નથી થતુ તેનો પણ ઉપશાંતાદ્ધાનો અંતર્મુહૂર્ત કાળ પૂર્ણ થાય છે એટલે ત્યાંથી પ્રતિપાત થાય છે. અને જે ક્રમસર ચઢ્યો હતો તે ક્રમસર પડે છે. એટલે કે પ્રથમ સૂત્મકેટ્ટિઓને ભોગવે છે. ત્યાં 10મુ સૂક્ષ્મસંહરાય ગુણસ્થાનક જાણવું. ત્યારપછી નવમાં ગુણસ્થાનકે આવી ક્રમશ: બાદર લોભ, માયા, માન, અને ક્રોધને અનુભવે છે. અને ક્રમશઃ અપૂર્વકરણ ગુણસ્થાનકે આવે છે. પછી અપ્રમત્ત ગુણસ્થાનકે આવે છે. અને ત્યારપછી પ્રમત્ત ગુણસ્થાનકે જઈ ત્યાં સ્થિર થાય છે.
કર્મપ્રકૃતિ ઉપશામકાકરણ ગા. પહલી માં કહ્યું છે કે – “નો ૩વસીદ્ધાવસ્થાdi परिपडति तस्स विभासा 'पच्छाणुपुव्विगाए परिवडति पमत्तविरउ',त्ति जेणेव विहिणा आरुढो तेणेव विहिणा पच्छाणुपुव्वीए परिवडति जाव पमत्तसंजतो ।
૧. લબ્ધિસાર ગા. ૩૦૯ ની સંસ્કૃત ટીકા- મવક્ષયકુપાતષાયપુસ્થાનાતિતિતત્તેવાसंयतः प्रथमसमये उदयवतामप्रत्याख्यानप्रत्याख्यानसंज्वलनक्रोधमानमायालोभानामन्यतमस्य कषायस्य पुंवेदहास्यरतीनां भयजुगुप्सयोर्यथासम्भवमन्यतरस्य च द्रव्यमपकृष्य स....इदं पुनरसंख्यातलोकेन खण्डयित्वा एकभागमुदयावल्यां दत्त्वा तद्बहुभागमुदयावलीबाह्यप्रथमसमयादारभ्यान्तरायामे द्वितीयस्थितौ च 'दिवड्वगुणहाणिभाजिदे' इत्यादिविधानेन विशेषहीनक्रमेण ददाति, उदयरहितानां
वेदादीनां मोहप्रकतीनां द्रव्यमपकष्य स....उदयावलिबाह्यनिषेकेष अन्तरायामे द्वितीयस्थितौ च पूर्वोक्तविधानेन विशेषहीनक्रमेण प्रतिनिषेकं ददाति । अनेन विधानेन चारित्रमोहस्यान्तरं पूरयतीत्यर्थः ।
અહીં એમ કહે છે કે અવિરતપણાના પહેલા જ સમયે મોહનીયની ઉદયવતી અપ્રત્યા - પ્રત્યાસંજવલન કષાય, પુરુષવેદ, હાસ્ય, રતિ તથા ભય-જુગુપ્સામાંથી જેનો ઉદય હોય તે પ્રકૃતિઓના દલિકને ખેંચીને તેને અસંખ્યલોકાકાશથી ભાગી ૧ ભાગ ઉદયાવલિકામાં ગોઠવે છે અને શેષ બહુભાગપ્રમાણ દ્રવ્યને ઉદયાવલીના ઉપરના પ્રથમ સમયથી માંડી અંતરાયામ તથા દ્વિતીય સ્થિતિમાં વિશેષહીનના ક્રમે નાંખે છે તથા મોહનીયના ઉદયરહિત નપુંસકવેદાદિ પ્રકૃતિઓના દલિકોને ઉકેરીને ઉદયાવલિમાં નાંખતો નથી, પરંતુ ઉદયાવલિકાની બહાર તથા અંતરાયામમાં તથા બીજી સ્થિતિમાં વિશેષહીનના ક્રમે નાંખે છે. આ રીતે ચારિત્રમોહનીયનું અંતર પૂરે છે.