________________
ચારિત્રમોહનીયની ઉપશમના
૨૦૯ પહેલા નિષેક સુધીના સર્વીનકોના દલકો તે સમયમાં એકઠા થયેલ હોય છે. તેથી આ રીતે ઉપશાંતકષાય ગુણસ્થાનકના એક સમયે ગુણશ્રેણિ માટે જેટલું દ્રવ્ય ઉકેરાય છે તેટલા ઉપરાંત તે સમયમાં પૂર્વે જે દલિક સત્તામાં હતું તેટલુ બધુ દ્રવ્ય અહીં ઉદયમાં પ્રાપ્ત થાય છે. તેથી અહીં ઉત્કૃષ્ટ પ્રદેશોદય પ્રાપ્ત થાય છે.
આની પછીના સમયમાં પણ તે સમયે ઉપશાંતકષાયની ગુણશ્રેણિ દ્વારા દ્રવ્ય તો આટલું જ આવેલુ હોય છે પરંતુ પૂર્વનું સત્તાગત દ્રવ્ય આના કરતા વિશેષહીન હોવાથી ઉત્કૃષ્ટ પ્રદેશોદય ત્યાં પ્રાપ્ત ન થાય, કેમકે સૂક્ષ્મસંઘરાયની ગુણશ્રેણીના શીર્ષની ઉપર પૂર્વ સત્તાગત દલિક ગોપુશ્તાકારે છે.
પ્રશ્ન - આ સમયની એટલે કે પ્રથમ સમય ઉપશાંતકષાયની ગુણશ્રેણીના શીર્ષના સમયની પૂર્વે જ્યાં અપૂર્વકરણથી સૂક્ષ્મપરાય સુધી ચાલતી ગલતાવશેષ ગુણણનું શીર્ષ પ્રાપ્ત થાય છે તે સમયે દ્રવ્ય આના કરતા વધારે કેમ નહીં ?
જવાબ - ત્યાં પણ દ્રવ્ય વધારે ન આવે કેમકે સૂક્ષ્મસંઘરાયતા ચરમસમય સુધી જે દ્રવ્યનું અપકર્ષણ થયું છે તેના કરતા પણ ઉપશાંતકષાયના પ્રથમ સમયે અપકર્ષિત દ્રવ્ય અસંખ્યગણ હોવાથી ઉપશાંતકષાય ગુણસ્થાનકે ગુણશ્રેણમાં આવતુ દ્રવ્ય વધારે હોય છે.
પ્રશ્ન - સૂક્ષ્મસંઘરાયના ચરમ સમયે થતી ગુણણિનું શીર્ષ ઉપશાંતકષાય ગુણસ્થાનકના પહેલા સમયે થતી ગુણણિના શીર્ષની પૂર્વે રીતે આવે ?
જવાબ - અલ્પબદુત્વ દ્વારમાં કહ્યું છે કે “સૂક્ષ્મસંઘરાયના ચરમ સમયના ગુણણ આરામ કરતા ઉપશાંતકષાયની પ્રથમ સમયની ગુણણિનો આયામ સંખ્યાતગુણ છે. તેથી સૂક્ષ્મસંઘરાયના ચરમ સમયે થતી ગલતાવશેષ, ગુણશ્રેણિનું શીર્ષ ઉપશાંત કષાય ગુણસ્થાનકની ગુણણિના સંખ્યામાં ભાગે આવે છે. ત્યાર પછી આવા બીજા સંખ્યાતા ભાગો પસાર થાય ત્યારે ઉપશાંતકષાયના પહેલા સમયે કરાયેલ ગુણણિનું શીર્ષ આવે. તે પણ ઉપશાંતકષાય ગુણસ્થાનકડા સંખ્યામાં ભાગ્યે જ આવે છે. કેમકે ઉપશાંતકષાય ગુણસ્થાનકે શરુ થતી અવસ્થિત ગુણણિનો આયામ તે ગુણસ્થાનકના સંખ્યામાં ભાગ જેટલો છે. અને તેના કરતા સૂક્ષ્મસંપરાયી ઉપશાંતકષાયના કાળમાં ગોઠવાયેલી ગુણગ્નેાિળો આયામ સંખ્યામાં ભાગ જેટલો છે.
અલ્પબહુd- “ચરિમમયસુમરંપરાસ્ત કુઢિળવો સંપુળો | તે चेव गुणसेढिसीसयं ति भण्णदि । उवसंतकसायस्स गुणसेढिणिक्खेवो संखेजगुणो।" -કષાયપ્રાભૃત પા. ૧૯૩s.